PIએ મુદ્દામાલ ન છોડી ધમકી આપી: વકીલ, એડવોકેટને દબાણથી કામ કરાવવું’તું:પીઆઇ - At This Time

PIએ મુદ્દામાલ ન છોડી ધમકી આપી: વકીલ, એડવોકેટને દબાણથી કામ કરાવવું’તું:પીઆઇ


કુવાડવા પોલીસ મથકમાં PI-વકીલ વચ્ચેની તુતુ મેમે કોર્ટ સુધી પહોંચી

મુદ્દામાલ છોડવાના મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ રાજાણી અને પીઆઇ રાણા વચ્ચે બોલાચાલી થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. એડવોકેટે કાયદા વિરુદ્ધ પોતાની ઇચ્છા મુજબ કામ કરાવવા દબાણ કર્યાનો પીઆઇએ આક્ષેપ કર્યો હતો તો પીઆઇએ કોર્ટઓફ કન્ટેમ્પ્ટ કર્યાની એડવોકેટે કોર્ટમાં અરજી કરી હતી, જેની શનિવારે સુનાવણી થશે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, કુવાડવા પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો તે મુદ્દામાલ મૂળ માલિકને સોંપી દેવા કોર્ટે આદેશ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.