ઢેલાણા.પે. સેન્ટર શાળા અને કનકાઈ વિદ્યામંદિર થતા પોલીસના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી SPC કેડેટ યોજના હેઠળ શાળા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. - At This Time

ઢેલાણા.પે. સેન્ટર શાળા અને કનકાઈ વિદ્યામંદિર થતા પોલીસના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી SPC કેડેટ યોજના હેઠળ શાળા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.


તા.૪/૩/૨૩ ના રોજ માંગરોળ ના ઢેલાણા.પે. સેન્ટર શાળા પરિવાર અને કનકાઈ વિદ્યામંદિર તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી SPC કેડેટ યોજના હેઠળ શાળા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.
આજના આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શિવમ્ ચક્ષુદાન આરેણાના નાથાભાઈ નંદાણીયા રહ્યા હતા. જ્યારે ગામનાં સરપંચશ્રી ખાસ ઉપસ્થિત હતા, પે. સેન્ટર શાળા અને કનકાઈ વિદ્યામંદિર સ્ટાફ પરિવાર ની મુખ્ય મહેનત થી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. પુ.આર્મીમેન નાથાભાઈ પરમાર તેમજ પુ.શિક્ષક નાથાભાઈ ચાવડા એમ આ કાર્યક્રમમાં કુલ ત્રણ નાથાભાઈ ઉપસ્થિત યોગાનુયોગ હતા. બંને સ્કૂલના આચાર્ય શ્રી સાથે કાર્યક્રમનું સંચાલન કાનજીભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ SPC કેડેટમા અત્યારે બંને સ્કૂલ ના લગભગ ૬૦ બાળકો જોડાયા છે. આ કાર્યક્રમમાં શારીરિક કૌશલ્ય અને સુરક્ષા હેતુ એક તાલીમ બધતાનું છે. અહી બાળકોને સમયાંતરે પોલીસ વિભાગ સાથે અલગ અલગ ચેકીંગ તેમજ સુરક્ષાને લગતુ જ્ઞાન આપવામા આવે છે.
ગૌરવની વાત એ છે કે આ ઢેલાણા ગામની બન્ને સ્કૂલની પસંદગી SPC માટે જીલ્લા મથકેથી પસંદ થય છે.
હા આ સ્કૂલની સફાઈ ,બાળકો નો વિવેક, સ્ટાફનુ વિનમ્રપણું એ બધું અંદર સ્કૂલ સંકુલમાં આવતા જ આંખે ઉડીને વળગે છે.
સ્કૂલમાં પ્રવેશ દ્વાર સામે જ ગાર્ડન છે. તેમજ સાઈડમાં પાર્કિંગ આવે છે. આ સ્કૂલમાં વાલીગણ ને ગામ લોકોનો કાયમી ધોરણે સહકાર રહ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ મા આચાર્યશ્રી દેવશીભાઈ નંદાણીયા સાહેબ તેમજ સ્ટાફ ગણનો જબરજસ્ત સમન્વયથી ઉત્તમ શિક્ષણ આપતી આ ગામની સરકારી પ્રાથમિક શાળા છે.

સંકલન નાથા ભાઈ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગાઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.