કાઉન્સેલિંગ બાદ સાથે રહેવા રાજી થયા અને પછી કોર્ટ પરિસરમાં જ કરી પત્નીની હત્યા - At This Time

કાઉન્સેલિંગ બાદ સાથે રહેવા રાજી થયા અને પછી કોર્ટ પરિસરમાં જ કરી પત્નીની હત્યા


- ડિવોર્સ અરજી પાછી ખેંચ્યા બાદ આરોપીએ પોતાની પત્ની-દીકરીને લઈને ઘરે જવાનું હતું પરંતુ તે પહેલા જ તેણે પત્નીનું ગળુ કાપી નાખ્યુંબેંગલુરૂ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવારકર્ણાટકના હાસન જિલ્લા ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ શનિવારના રોજ ફેમિલી કોર્ટના પરિસરમાં જ પોતાની પત્નીની ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત તેણે પોતાની દીકરીની હત્યા કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યાં ઉપસ્થિત લોકોએ આરોપીને પકડી લીધો હતો.આરોપી શિવકુમાર અને તેની પત્ની ચૈત્રાના ડિવોર્સ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટમાં કાઉન્સેલિંગ બાદ બંને એકસાથે રહેવા માટે રાજી થઈ ગયા હતા. આરોપીએ પોતાની પત્ની અને દીકરીને સાથે લઈને ઘરે જવાનું હતું પરંતુ તે પહેલા જ તેણે પત્નીનો જીવ લઈ લીધો હતો. બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણયશિવકુમાર અને ચૈત્રાના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરી પણ છે. હોલેનરસીપુરા ટાઉન કોર્ટ ખાતે તે બંનેના ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હતો. લોક અદાલતમાં જજે બાળકીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દંપતીને પોતાની ડિવોર્સ અરજી પાછી ખેંચીને કેસનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું. આશરે એકાદ કલાક સુધી બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બંનેએ પોતાની ડિવોર્સ અરજી પાછી ખેંચી લીધી હતી. તેઓ બાળકી માટે થઈને સાથે રહેવા રાજી થઈ ગયા હતા. પાછળથી આવીને કર્યો હુમલોબાદમાં ચૈત્રા જ્યારે કોર્ટ પરિસરમાં વોશરૂમ ગઈ તો તેના પતિ શિવકુમારે તેનો પીછો કરીને ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. તેણે ચપ્પા વડે તેનું ગળુ કાપી નાખ્યું હતું અને પોતાની દીકરીને મારવા પણ પ્રયત્ન કર્યો હતો. જોકે અવાજ સાંભળીને ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી ચૈત્રાએ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ દમ તોડ્યો હતો. પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ કલમ 302 અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઉપરાંત પોલીસ તે કોર્ટ પરિસરમાં ધારદાર હથિયાર સાથે પ્રવેશ મેળવવામાં કઈ રીતે સફળ રહ્યો તેની પણ તપાસ કરી રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.