કુલપતિએ જાહેર કર્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે સનાતન ધર્મનો જ કોર્સ શરૂ કરાશે - At This Time

કુલપતિએ જાહેર કર્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે સનાતન ધર્મનો જ કોર્સ શરૂ કરાશે


BAPSના કોર્સના વિવાદ બાદ કુલપતિએ ઈન્દ્રભારતીબાપુની મુલાકાત લીધી, બન્ને વચ્ચે ચર્ચા-વિચારણાના અંતે કરાયેલો નિર્ણય

કોઈ પણ એક વ્યક્તિ કે સંતના મહિમામંડનને બદલે હિન્દુ સંસ્કૃતિના તમામ આરાધ્ય દેવોથી માંડી સંતોના જીવન મૂલ્યોનો પરિચય કરાવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષથી બીએપીએસ સંસ્થાએ તૈયાર કરેલા કોર્સને ફરજિયાત શીખવવા માટે પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં એવો ઉલ્લેખ હતો કે, કોર્સ માટે જે પુસ્તકો લેવાના છે તે ફક્ત બીએપીએસ સંસ્થામાંથી ખરીદવાના રહેશે. સનાતન ધર્મ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો તરફથી થતા વિવાદિત નિવેદનો વચ્ચે એકેડેમિક વિભાગે આ નિર્ણય લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.