વડનગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ માં વ્યસન મુક્તિ કાયૅક્રામ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ad4lat3dqeffvzii/" left="-10"]

વડનગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજ માં વ્યસન મુક્તિ કાયૅક્રામ યોજાયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ, તા.05/01/2023 ના રોજ અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય ખાતાના, વડનગર ના સહયોગ થી તમાકુ નિયંત્રણ જનજાગૃતિ અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. કાર્યક્રમ અંતર્ગત શ્રી વસંતભાઈ પટેલ સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવેલ. તેમજ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી, ગુજરાત સરકાર દ્વારા સદર કોલેજમાં માસ્ક વિતરણ કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવેલ.તેમજ આ કાર્યક્રમ અંતર્ગત એક વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સદર કોલેજના 15 વિદ્યાર્થીઓએ તમાકુ નિવારણ વિષય પર પોતાના મંતવ્ય રજુ કરેલ. અને તેમાંથી બેસ્ટ 3 વિદ્યાર્થીઓને અનુક્રમે નંબર આપી. ઇનામ પણ અર્બન હેલ્થ સેંટર આરોગ્ય ખાતા દ્વારા આપવામાં આવેલ. અને અર્બન હેલ્થ સેન્ટર વસંતભાઈ સાહેબ દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડૉ. એ. એસ. પ્રજાપતિ સર તેમજ તમામ સ્ટાફનો આ સફળ આયોજન ખાતે આભાર વ્યક્ત કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]