100% લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કેરાળા ગામમાં ચેકડેમનું ખાત મુર્હત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a9dejby6kjaxahcr/" left="-10"]

100% લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કેરાળા ગામમાં ચેકડેમનું ખાત મુર્હત.


100% લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કેરાળા ગામમાં ચેકડેમનું ખાત મુર્હત.

રાજકોટ સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 135 થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
પડધરી તાલુકાનાં કેરાળા ગામમાં 100% લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાત મુર્હત કરીને ચેકડેમ ઊંડા કરવાનું કામ ચાલુ કર્યું છે. જેનાથી ખેડૂતોને ખેતીમાં શિયાળુ પાકમા ખેત ઉત્પાદનમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે અને સમગ્ર પર્યાવરણની રક્ષા સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સૃષ્ટી પરના સર્વે જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવ-જાતને પાણી ખોરાક અને રહેણાંક સાથે સ્વતંત્રતા મળશે તેમજ દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. આ ચેકડેમોના કામ યુધ્ધનાં ધોરણે ચાલુ છે.
આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ ડેકોરા, સી.વી. ભાલારા, પ્રણવભાઈ ભાલારા, વિરાભાઈ હુંબલ, કિશોરભાઈ કાથરોટિયા, દિનેશભાઈ રાઠોડ, ભરતભાઈ પીપળીયા, હરેશભાઈ પાંભર, પ્રકાશભાઈ કનેરિયા, મનીષભાઈ માયાણી, લક્ષમણભાઈ શિંગાળા, નરસીભાઈ પાંભર, દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ ટર્બો બેરીંગ, રમેશભાઈ ઠક્કર, અશોકભાઈ મોલીયા, રમેશભાઈ જેતાણી અને કેરાળાનાં સરપંચ મશરૂભાઈ, વલ્લભભાઈ વોરા, મુકેશભાઈ વોરા, હર્ષભાઈ સિંગાળા, જયેશભાઈ બોરીચા, ડાયાભાઇ વાઘેલા તેમજ ઘણા ખેડૂતો હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]