મોડાસા કોલેજ કેમ્પસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ  - કૉલેજ કેમ્પસ ની 12 ટીમો એ ભાગ લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a97gxv78xpy7y7os/" left="-10"]

મોડાસા કોલેજ કેમ્પસ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ  – કૉલેજ કેમ્પસ ની 12 ટીમો એ ભાગ લીધો


ધી. મ લા ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ. કોમર્સ. સાયન્સ કૉલેજ આયોજિત કૉલેજ કેમ્પસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન મંડળ ના પ્રમૂખ નવીનચંદ્ર મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમા આર્ટ્સ કૉલેજ પ્રિન્સીપાલ ડૉ.દિપકભાઈ જોષી.કોમર્સ કૉલેજના કાર્યકારી પ્રિન્સીપાલ મોહનભાઈ પટેલ હાજર રહ્યા હતા.આ ટુર્નામેન્ટ કોલેજની બાર ટીમો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ પાંચ દિવસ દરમ્યાન ખેલાડીઓએ અને ટીમ મેનેજરો એ સુંદર સહકાર આપ્યો હતો. દરેક ટીમો એ મેચ દરમ્યાન સુંદર પ્રદર્શન કર્યું હતું. આ  ટુર્નામેન્ટ ની મેચ મા ફાઇનલ એન. એસ. પટેલ લો કૉલેજ મોડાસા અને લાટી વાલા સાયન્સ કૉલેજ મોડાસા વચ્ચે યોજાઇ હતી જેમા એન. એસ. પટેલ લો કૉલેજ નો વિજય થયો હતો વિજયી થયેલ ટીમ અને રનર્સઅપ થયેલ સાથે અઘ્યાપકો ની ફાઇનલ મેચ મા કોમર્સ કોલેજ વિજયી બની હતી આ બંન્ને ટીમો ને મંડળ ના પ્રમૂખ નવીનચંદ્ર મોદી. મંડળ ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ. સુભાષભાઈ શાહ સાથે આર્ટ્સ. કોમર્સ. સાયન્સ કૉલેજ ના પ્રિન્સીપાલ ડૉ.કે.પી.પટેલ.ડૉ. દિપકભાઈ જોષી. ડૉ.મોહનભાઈ પટેલ સાથે મંડળ ના સૌ હોદ્દેદારો અભિનંદન આપ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ નું સફળ સંચાલન કૉલેજ ના પી.ટી.આઈ રાકેશ મહેતા. રાજેશ ખરાડી એ  આર્ટ્સ. કોમર્સ. સાયન્સ કૉલેજ ના પ્રિન્સીપાલ ના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]