અમદાવાદ સાબરમતી જેલમાંથી ૧૬ વર્ષ પહેલા પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ - At This Time

અમદાવાદ સાબરમતી જેલમાંથી ૧૬ વર્ષ પહેલા પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ


અમદાવાદ સાબરમતી જેલમાંથી ૧૬ વર્ષ પહેલા પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ

ધોળકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૩૨/૧૯૯૮ ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૫૨,૧૮૮ મુજબના ગુન્હાના કામે આરોપી ભુપેદ્રસિંહ ઉર્ફે ભુપત નારસિંગ બારડ રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ વાળો આજીવન કેદની સજા પામેલ હોય અને નામદાર હાઇકોર્ટના હુકમ અન્વયે તા.૦૨/૦૫/૨૦૦૮ થી તા.૦૨/૦૬/૨૦૦૮ સુધી ૩૦ દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને ત્યારબાદ જેલમાં સમયસર હાજર થયેલ નહી અને આજદિન સુધી નાસતો ફરતો હોય જે આરોપીની ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ થી તપાસ કરતા જાણવા મળેલ કે સદર આરોપી ભુપેદ્રસિંહ ઉર્ફે ભુપત નારસિંગ બારડ રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ વાળો રાજસ્થાનના જયપુર ખાતે નરશી આશ્રમ રેલ્વે સ્ટેશન ખાતે રહે છે જે અનુસંધાને બોટાદ એલ.સી.બીના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી સાહેબના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. એમ.એ.રાઠોડ તથા સ્ટાફના એ.એસ.આઇ અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા સહિત નાઓએ રાજસ્થાનના જયપુર ખાતે તપાસ કરતા મજકુર આરોપી હાજર મળી આવતા મજકુર પાકા કેદી નં.એસ/૧૦૩૯૮ ભુપેદ્રસિંહ ઉર્ફે ભુપત નારસિંગ બારડ રહે,અનીડા તા.ગઢડા જી.બોટાદ વાળાને આગળની કાર્યવાહી માટે ઢસા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.