ઇસનપુર પોલીસે ફરીયાદ આધારે મકાનમાં થી થયેલ ચોરી ના મોબાઈલ સાથે ૨ આરોપી ને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/a8crxtskxvzgzi5p/" left="-10"]

ઇસનપુર પોલીસે ફરીયાદ આધારે મકાનમાં થી થયેલ ચોરી ના મોબાઈલ સાથે ૨ આરોપી ને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો.


ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં પાર્ટ-એ- ૧૧૧૯૧૦ ૨૨૨૩૦૦૭૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦ મુજબના કામના ફરીયાદી માહિરખાન આસમોહમદ ખાન ઉ.વ.-૨૨ રહે હાલ-પાણી ની ટાંકી ઘોડાસર તળાવની બાજુમાં દશામાના માંદિર પાસે ઘોડાસર અમદાવાદ શહેર મુળ રહે-ગામ-ખંડેવલા તા.પહાડી જી.ભરતપુર રાજસ્થાનનાઓની ફરીયાદના કામે ગઇ તા ૨૬/૦૧/ ૨૦૨૩ના કલાક ૨૩/૦૦ કલાકથી તા ૨૭/૦૧/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ વાગ્યા દરમ્યાનમાં ફરીયાદીના ઘોડાસર તળાવની બાજુમા પાણીની ટાંકી દશામાના મંદિર પાસે ખુલ્લા છાપરામા ખાટલામા ફરીયાદીના સિરાણેથી ફરીયાદીનો એક ઓપ્પો કંપનીનો એફ-૧૯ મોડલનો મોબાઇલ ફોન જેમા રીલયન્સ જીઓ કંપનીનું સીમકાર્ડ નં-૯૩૫૨૮૫૮૮૫૪ જેનો IMEI નંબર ૮૬૫૦૯૯૦૫૦૧૧૨૮૭૫ તથા ૮૬૫૦૯૯૦૫૦ ૧૧૨૮૬૭ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-ની મત્તાનુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ,

સદર ગુનો દાખલ થયા બાદ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી અમદાવાદ શહેર તથા મે.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી J - ડીવીઝન સાહેબનાઓ તરફથી આવા ગુનાઓ શોધી કાઢવા સુચના આપતા જે સુચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.પી. ઉનડકટ સાહેબ નાઓના સીધા માર્ગ દર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ ડી.જે. લકુમ નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા દરમ્યાનમા ગઇ તા ૨૭/૦૧/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે અ.પો.કો ગેલાભાઇ અમરાભાઇ તથા અ.પો.કો અનિરૂધ્ધસિહ જાલભા નાઓ ની સયુક્ત બાતમીથી ઇસનપુર ચંડોળા પાળ ખોડીયાર માતાના મંદિર પાસેથી આરોપીઓ (૧) સતીષ સ/ઓ ગોપાલભાઇ મફાભાઇ દેવીપુજક ઉ.વ ૧૮ રહે રાકેશ કિરાણા સ્ટોરની સામે નીલગીરીના છાપરા ચડોળા પાળ ઇસનપુર અમદાવાદ શહેર તથા (૨) અજય સ/ઓ વેલજીઅભાઇ શકરાભાઇ દેવીપુજક ઉ.વ રર રહે ખોડીયાર માતાના મંદિર પાછળ નીલગીરીના છાપરા ચડોળા પાળ ઇસનપુર અમદાવાદ શહેર નાઓને ઓપ્પો કપનીનો ઓપ્પો એફ-૧૯ પ્રો. મોબાઇલ ફોન જેનો IMEI નંબર-૮૬૫૦૯૯૦૫૦૧૧ ૨૮૭૫ તથા ૮૬૫૦૯૯૦૫૦૧૧૨૮૬૭ કિમત રૂપિયા ૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે તા ૨૭/૦૧/૨૦ ૨૩ ના કલાક ૨૦/૩૦ વાગે પકડી પાડી ઇસનપુર પોલીસ સ્ટેશનનો ચોરીનો એક ગુનો શોધી કાઢેલ છે,

તા ૩૧/૦૧/૨૦૨૩ શોધાયેલ ગુના

(૦૧) ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં-પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૨૨૩૦૦૭૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦.

Report:- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]