કામગીરીની પ્રશંસા: ઇડરના રેવાસ ગામની મહિલાને રક્તસ્ત્રાવ શરૂ થયો હોઇ 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી માતા- બાળકીનો જીવ બચાવ્યો - At This Time

કામગીરીની પ્રશંસા: ઇડરના રેવાસ ગામની મહિલાને રક્તસ્ત્રાવ શરૂ થયો હોઇ 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી માતા- બાળકીનો જીવ બચાવ્યો


બડોલી |108ના EMT મહેશ ગઢીયાએ જણાવ્યું હતું કે 5 એપ્રિલે 108 ને કોલ આવ્યો હતો કે ઈડરના રેવાસમાં દક્ષાબેન વિષ્ણુભાઈ તરારને પ્રસૂતિની પીડા ઉપડેલ છે. જેને લઇ 108 તાત્કાલિક સ્થળે પહોંચતા પીડિતાને રક્તસ્ત્રાવ ચાલુ હોઈ એમ્બ્યુલન્સમાં લઈને નીકળતા રસ્તામાં વધારે દુ:ખાવો ઉપાડતાં તપાસ કરતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવી પડે તેવું જણાતા 108 ને રસ્તામાં ઉભી રાખી નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ ERCP ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક સારવાર આપી માતા અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દક્ષાબેન વિષ્ણુભાઈના સગા એ 108 અને EMT મહેશ ગઢિયા તથા પાયલોટ દશરથભાઈ પરમાર નો આભાર માન્યો હતો.EME જૈમીન પટેલ અને PM જયેશ કરેણાએ કામગીરીની પ્રશંસા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.