તલોદમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે પેટ્રોલ છાંટી જીવન ટૂંકાવતા મોત. - At This Time

તલોદમાં માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધે પેટ્રોલ છાંટી જીવન ટૂંકાવતા મોત.


તલોદના પેટા પરા આંબાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધને છેલ્લા 20 વર્ષથી માનસિક બીમારી થી કંટાળી ગયા હતા. દરમિયાન બુધવારે ઘરે એકલા હોઇ પેટ્રોલ છાંટી જીવન ટૂંકાવતા વધુ સારવાર અર્થે તલોદ બાદ અમદાવાદ ખસેડાતાં મોતને ભેટ્યા હતા. તલોદ શહેરના પેટા પરા આંબાવાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષિય ચંપકસિંહ કલ્યાણસિંહ ઝાલા તેમના પરિવાર સાથે રહેતા હતા. જેઓ છેલ્લા વીસ વર્ષથી માનસિક રોગથી પીડાતા હતા. માનસિક રોગની સારવારથી કંટાળી ગયા હતા. દરમ્યાન બુધવારે ઘરના સભ્યો ખેતરમાં ગયા હતા અને ચંપકસિંહ એકલા જ ઘરે હતા. પોતાના માનસિક રોગથી કંટાળી ગયેલ ચંપકસિંહે ઘેર કોઈ ન હોઇ એકલતાનો લાભ લઈ ઘરે પડેલ પેટ્રોલ શરીરે છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.આજ બનાવની જાણ આજુબાજુના રહીશોને થતાં લોકોએ આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ તેમના ઘરના સભ્યો ખેતરમાં હતાં તેમને જાણ કરાતાં દોડી આવ્યા હતા અને ચંપકસિંહને પ્રાથમિક સારવાર માટે તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. પરંતુ ગંભીર રીતે દાઝેલા ચંપકસિંહને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત રોજ તેમનું મોત નિપજતાં શોકની લાગણી છવાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.