જસદણના ભાડલા નજીક ઇકો કારે બાઈકને ઉલાળતા એકનુ મોત એક ઇજાગ્રસ્ત - At This Time

જસદણના ભાડલા નજીક ઇકો કારે બાઈકને ઉલાળતા એકનુ મોત એક ઇજાગ્રસ્ત


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ભાડલા પાસે ઇકો કારે બાઇકસ્‍વાર દંપતિને ઉલાળતા પતિનું મોત નીપજયું હતું. જયારે પત્‍નીને ઇજા થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભાડલાના રાણીંગપર ગામે રહેતા અમરશીભાઇ સોમાણી તેના પત્‍ની સાથે બાઇકમાં પારેવાળા ગામથી લોધીડા ગામે બેસણામાં જતા હતા તે દરમિયાન ભાડલા અને ભંડારીયા ગામ વચ્‍ચે એસ્‍સાર પેટ્રોલ પંપ પાસે ઇકો કાર નં. જી.જે.-૦૩ સીઆર ૧૦ર૮ના ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલાક અમરશીભાઇને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્‍માતમાં મૃતક અમરશીભાઇ સોમાણીના પત્‍નીને ઇજા થઇ હતી. બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઇ સોમાણીએ ઇકો-કાર ચાલક સામે ફરિયાદ કરતા ભાડલા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.