પરંપરા: ખેડબ્રહ્માના કલોલકંપામાં વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદ પડવાની આગાહી - At This Time

પરંપરા: ખેડબ્રહ્માના કલોલકંપામાં વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદ પડવાની આગાહી


હોળી પ્રગટાવવાની હોય ત્યાં ખાડો ખોદી વરતારો કરાય છે

ખેડબ્રહ્માના કલોલકંપામાં જોવામાં આવેલ વરતારા મુજબ આ વર્ષે 40 ઇંચ વરસાદની આગાહી કરાઇ છે.

કલોલકંપાના યુવક મંડળના હસમુખભાઈ, નિલેશભાઈ, જયેશભાઇ, મુકેશભાઈના જણાવ્યા અનુસાર જ્યાં હોળી પ્રગટાવવાની હોય છે ત્યાં પ્રથમ એક ખાડો ખોદવામાં આવે છે અને તેમાં ચાર દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશાના ચાર માટીના ઢેફા મૂકાય છે. તેના ઉપર પાણી ભરેલો ઘડો મૂકી તેના ઉપર કુલળીમાં ખીચડી મૂકાય છે. પછી હોળી પ્રગટાવ્યાં બાદ તેને ખોલી ભેજ મુજબ વરતારો કરાય છે. જે મુજબ ચાર ઢેફા એટલે ઉત્તર એટલે અષાઢ, દક્ષિણ એટલે ભાદરવો, પૂર્વ એટલે શ્રાવણ અને પશ્ચિમ એટલે આસો ગણવામાં આવે છે આ વર્ષે અષાઢમાં 20 ટકા, શ્રાવણમાં 15 ટકા, ભાદરવામાં 25 ટકા અને આસોમાં 40 ટકા મળી સિઝનમાં કુલ 40 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.