વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચૌદમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચૌદમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો


વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ચૌદમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા વડનગર ખાતે જી .એમ. ઈ .આર .એસ કોલેજ મેડિકલ સંલગ્ન હોસ્પિટલ સહયોગ થી દર મહિના ના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં આ શુક્રવાર ચૌદમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તેમાં ૩૪ બોટલ લોહી જમા કરી હતી . જીલ્લા કલેકટર રક્તદાન કરનારા લોકો બહુમાન કર્યું હતું.
વડનગર સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિલ પટેલ, વડનગર મેડિકલ કોલેજ ના ડૉ.મનિષ ભાઈ રામાવત, ડૉ સુનીલ ભાઈ ઓઝા, આર.એમ.ઓ ડૉ નરેશભાઈ ડામોર,‌જીલ્લા કલેકટર એમ નાગરાજન, વડનગર મામલતદાર એસ એમ સેંઘવ, પ્રાંત અધિકારી, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ના પી આઈ વાધેલા,સોમાભાઈ મોદી ,જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ મોદી, વડનગર શહેર ભાજપ મંત્રી જીગરભાઈ પટેલ, પૂર્વ નગરસેવક ગીરીશભાઈ પટેલ વિનોદભાઈ પટેલ પૂર્વ ઉપપ્રમુખ કાનજી ઠાકોર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર નાગરાજ તેમજ સોમભાઈ મોદી સાથે ની બેઠક દરમિયાન જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ તથા ભાજપ ના કાર્યકરો સહિત રોગી કલ્યાણ સમિતિ નિમણૂક તથા સિવિલ કેટલાય પ્રોબ્લેમ છે તેની વિશે ચર્ચા તથા નિરાકરણ લાવવા માટે કાર્યવાહી કરવાની હ્રદયપૂર્વક ખાતરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.