બોર્ડની પરીક્ષાના પેપર કે લિંક આપવાની અફવાથી વાલીઓ-વિદ્યાર્થીઓ ચેતે, અમુક તત્ત્વો પૈસા પડાવે છે! - At This Time

બોર્ડની પરીક્ષાના પેપર કે લિંક આપવાની અફવાથી વાલીઓ-વિદ્યાર્થીઓ ચેતે, અમુક તત્ત્વો પૈસા પડાવે છે!


બોર્ડના પેપર મેળવવાની લાલચે છેતરાતા નહીં, બોર્ડનો સંપર્ક કરવા સૂચના

પેપર લીક થયાની અફવા ફેલાવનાર તત્ત્વો સામે શિક્ષણ બોર્ડ પોલીસ ફરિયાદ દાખલ કરશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર ધો.10 અને 12ની પરીક્ષા વિશે અફવાઓ અને બનાવટી માહિતી પ્રસારિત કરવા સામે સૂચનાઓ જાહેર કરી છે. બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષા તા. 11થી26 માર્ચ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્ત્વો દ્વારા યુ-ટ્યૂબ, ફેસબૂક, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવી અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરતા હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.