જય ભવાની ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન તથા મફત દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

જય ભવાની ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન તથા મફત દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


મહેસાણા જિલ્લાના મોહનપૂરા (નાનીદાઉ) ખાતે જય ભવાની ફાઉન્ડેશન દ્વારા રવિવારે સર્વ રોગ નિદાન તથા વિના મૂલ્યે દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગ નિદાન માટે ૭૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડાયાબિટીસ, અસ્થમા, ચામડીના રોગ, સ્વશનતંત્ર રોગ નિધન, જનરલ રોગ નિદાન વિગેરે નું સ્થળ પર નિદાન કરી જરૂરિયાતમંદ લોકોને વિના મુલ્યે દવા પૂરી પાડવામાં આવી હતી.આ કેમ્પમાં S.G. Hospital મહેસાણા ના ડો. હર્ષદભાઈ પ્રજાપતિ, ડો.રિદ્ધિ રતડા, ડૉ.ધ્રુવી પટેલ, ડો. હીરપરા આનંદી, ડો.નિધિ પટેલ વિગેરે માનદ સેવાઓ આપી હતી.આ પ્રસંગે જય ભવાની ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભવાનસિંહ ઠાકુર, મંત્રીશ્રી કિરણસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી દિનેશસિંહ ઠાકુર વિગેરે હાજર રહીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું.તેમજ વિષ્ણુસિંહ ઠાકોરે કેમ્પના આયોજન માટે સહયોગ આપ્યો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-:૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.