દામનગર નવજ્યોત વિદ્યાલય થી રામાયણ ની અલ્પાકૃતિ ની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણ નું કેન્દ્ર બની
દામનગર નવજ્યોત વિદ્યાલય થી રામાયણ ની અલ્પાકૃતિ ની પ્રસ્તુતિ કરતી ભવ્ય રેલી આકર્ષણ નું કેન્દ્ર બની
પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ અદમ્ય ઉત્સાહ
દામનગર નવજ્યોત વિદ્યાલય થી પ્રસ્થાન થયેલ રામાયણ ની પ્રસ્તુતિ કરતી વિશાળ રેલી ધ્યાનાકર્ષક રીતે શહેરભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી અસંખ્ય પાઘડી બંધ મહિલા અને ધર્મ ધ્વજ પોસ્ટર બેનર સાથે જય જય શ્રી રામ ના ગગન ભેદી નાદ સાથે
શહેર ના મુખ્ય રાજ માર્ગો અને સખ્ય રહેણાંક વિસ્તારો માં સર્વત્ર કેસરી રંગે રંગાયેલ ભવ્ય રેલી દર્શનીય નજરો રચતી વહન થઈ હતી નાના બાળકો ને સંપૂર્ણ રામાયણ ના અમર પાત્રો ની અલ્પાકૃતિ પ્રદર્શિત કરતા વેશભૂષા સાથે અવધ ની આબેહૂબ પ્રસ્તુતિ કરતી અભિભૂત કરનારી ભવ્ય રેલી
શહેર ના રામજી મંદિરે આવી પહોંચતા સમગ્ર રામજી મંદિર એવમ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા ભવ્ય સત્કાર કરાયો હતો
એક કિમિ કરતા લાંબી રેલી શહેર ની નવજ્યોત વિદ્યાલય ખાતે થી શાળા પરિવાર દ્વારા પ્રસ્થાન કરાય હતી દરેક વિસ્તારો માંથી પસાર થતી ભવ્ય રેલી ની એક ઝલક જોવા શ્રધ્ધાળુ ભાવિકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.