ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સોવ નિમિત્તે ક્વીઝ સ્પર્ધા યોજાઈ. - At This Time

ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સોવ નિમિત્તે ક્વીઝ સ્પર્ધા યોજાઈ.


ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સોવ નિમિત્તે ક્વીઝ સ્પર્ધા યોજાઈ.

શ્રી સ્વામિનારાયણ વિધાલય (ગુરુકુળ) ધંધુકા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સોવ નિમિતે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં રામાયણના પ્રસંગોને અનુરૂપ પ્રશ્નનું આયોજન કરેલ હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના આદ્યસ્થાપક પૂજ્ય બાપુસ્વામીએ પ્રોત્સાહિત કરેલ તથા આચાર્યશ્રી નરેન્દ્રસિંહ અને રામદેવસિંહ તથા શાળા પરિવારે ખુબજ ઉત્સાહથી ક્વીઝ તૈયાર કરાવેલ. આ ક્વીઝ સ્પર્ધામાં ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધેલ જેમાં ધોરણ-૬ થી ૮માં પ્રથમ નંબર રામચરિત ટીમ ધોરણ-૮અ, દ્વિતીય નંબર રામસેતુ ટીમ ધોરણ-૬બ, તૃતીય નંબર લવકુશ ટીમ ધોરણ-૭અ તેમજ ધોરણ-૯ થી ૧૨માં પ્રથમ નંબર સંજીવની ટીમ ધોરણ-૧૨અ, દ્રિતીય નંબર, રામેશ્વર ધોરણ -૧૧બ, તૃતીય નંબર ધનુષ્ય ટીમ ધોરણ-૧૦અ એ પ્રાપ્ત કરેલ અને તેમને ઈનામ આપી પ્રેત્સાહિત કરવામાં આવ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.