હાલીસા ગામમાં ચૌધરી પરિવાર દ્વારા પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આજે પણ ઉત્તરાયણ પર ગામના કુતરાઓને ચોખ્ખા ઘીના લાડુનું વિતરણ કરવામાં આવ્યુ - At This Time

હાલીસા ગામમાં ચૌધરી પરિવાર દ્વારા પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આજે પણ ઉત્તરાયણ પર ગામના કુતરાઓને ચોખ્ખા ઘીના લાડુનું વિતરણ કરવામાં આવ્યુ


દહેગામ ના હાલીસા ગામમાં દેસાઈ ચૌધરી પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વ પહેલા ચોખ્ખા ઘીના લાડુનું ગામના કુતરાઓને વિતરણ કરવામાં આવ્યું.હાલીસા ગામના દેસાઈ ચૌધરી પરિવાર દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા અંતર્ગત મકરસંક્રાંતિ નિમિત્તે કુતરાઓ માટે ચોખ્ખા ઘી ના લાડુ બનાવવામાં આવે છે અને ગામના ખૂણે ખૂણે કુતરાઓ માટે વિતરણ કરવામાં આવે છે આ પરંપરા દર વર્ષની જેમ આજે પણ ચોખ્ખા ઘીના લાડુ નું કુતરાઓને નિસ્વાર્થ ભાવે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દેસાઈ અમૃતભાઈ ચેલાભાઈ તથા સ્વ: દેસાઈ જયરામભાઈ પુંજાભાઈના પુત્ર સાહસ (મહેશ ) જયરામભાઈ અને વિકાસ, નિતેશ, ચિરાગ,ધ્રુવિલ, જસ્ટિસ, અમિત, વિશ્વાસ, જયેશ અને હર્ષ અને સહપરિવાર સાથે મળીને સમગ્ર ટીમ દ્વારા દર વર્ષની જેમ કુતરાઓને લાડુનું વિતરણ કરી પશુઓ પ્રત્યે પ્રેમ જળવાય તે હેતુથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.