દહેગામ ના સાંપા ગામની સીમમાં આઇસરમાંથી વિદેશી દારૂની 2400 બોટલો સાથે 9.60લાખ નો મુદ્દામાલ ઝડપી પાડતી ગાંધીનગર ની મહિલા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ - At This Time

દહેગામ ના સાંપા ગામની સીમમાં આઇસરમાંથી વિદેશી દારૂની 2400 બોટલો સાથે 9.60લાખ નો મુદ્દામાલ ઝડપી પાડતી ગાંધીનગર ની મહિલા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ


દહેગામ થી બાયડ રોડ પર સાંપા ગામની સીમ પર એક આઇસરમાંથી વિદેશી દારૂની 2400 બોટલો સાથે 9.60 લાખ ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ગાંધીનગર ની મહિલા ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી લઇ નારી શક્તિની એકતાનો પરચો બતાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ -1 ના લોકલ મહિલા કોન્સ્ટેબલ જ્યોતિકુમારી બ્રિજમોહન ને બાતમી મળતા દહેગામ થી બાયડ જતા રોડ પર સાંપા ગામની સીમમાં આવેલ શિવ કૃપા એગ્રો ફૂડ કંપનીની સામે ઉભેલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો છે જેથી જે બાતમીને આધારે પી.આઈ ડીબી વાળાની આગેવાની હેઠળ કોસ્ટેબલ કૈલાશબા બળવંતસિંહ,હેતલબેન પ્રકાશભાઈ સાહિતની ટીમ સાંપા ગામની સીમમાં ત્રાતકતા આઇસર ચાલકને પકડી અને આઇસર માં તપાસ કરતા પાછળના ભાગમાં તાડપત્રી હટાવતા વિદેશી દારૂની 2400 બોટલો સહીત 9.60 લાખ નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક બસીરખાન અલીખાન ગામ સાંચોર રાજસ્થાન ને ઝડપી પાડ્યો હતો.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.