કેશોદના રણછોડરાય મંદિર ખાતે કલાત્મક હિંડોળા દર્શનનો લાભ લેતાં ભાવિકો ભક્તો - At This Time

કેશોદના રણછોડરાય મંદિર ખાતે કલાત્મક હિંડોળા દર્શનનો લાભ લેતાં ભાવિકો ભક્તો


કેશોદના શરદચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી રણછોડરાય મંદિર ખાતે પ્રાચીન પરંપરા મુજબ આષાઢી બીજ થી દરરોજ જુદી જુદી વસ્તુઓ નો શણગાર કરી હિંડોળા દર્શન ભાવિકો ભક્તો માટે ખુલ્લાં મુકવામાં આવે છે. સનાતન ધર્મમાં પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો અવસર. આવા હિંડોળામાં ઝુલાવાના અવસરે ભક્તો નિતનવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી હરિને ઝુલાવી ભાવવિભોર બની જાય છે. કેશોદના શ્રી રણછોડરાય મંદિર ખાતે મહંત બલરામદાસ બાપુ ટ્રસ્ટી મંડળ અને ભક્તો દ્વારા અઢાર વર્ષ બાદ આવેલ કુદરતી યોગ મુજબ અધિક શ્રાવણ માસ અને શ્રાવણ માસ દરમિયાન બે માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારે ભાવિકો ભક્તો ને દર્શન નો લાભ લેવા આમંત્રણ આપ્યું છે. કેશોદના શ્રી રણછોડરાય મંદિર ખાતે રાધામા દ્વારા રણછોડરાય ભગવાનની સેવા પુજા દશકાઓ પહેલાં કરવામાં આવતી હતી એ જ પરંપરા ગૌરાંગદાસ બાપુએ જાળવી હતી અને હાલમાં કાર્યરત મહંત બલરામદાસ બાપુ ટ્રસ્ટી મંડળ સાથે રહીને વર્ષો પુરાણી પરંપરા જાળવી રાખીછે
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.