ધંધુકા તાલુકામાં સંઘ રેલ કપાસની જીવાત થી શીળસ નો રોગ ચાળો વકર્યો. - At This Time

ધંધુકા તાલુકામાં સંઘ રેલ કપાસની જીવાત થી શીળસ નો રોગ ચાળો વકર્યો.


અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સંઘ રેલ કપાસની જીવાત થી શીળસ નો રોગ ચાળો વકર્યો.
કપાસના ભાવો નહીં મળતા ખેડૂતોએ કપાસ સંઘરી રાખ્યો બેંક ધિરાણ મોંઘા બિયારણ ખાતર દવાઓ વાપરી ખેડૂતો દેવાદાર બન્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ખેડૂતોની હાલત કફોડી બની છે ઉત્પાદિત કપાસના ભાવ મળતા નથી વારંવાર કમો સમી માવઠા પડે છે કપાસ ખેડૂતોની વખારોમાં પડ્યો છે જેમાં જીવા તો પડવા લાગી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં શીળસ નો રોગચાળો ફેલાયો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ખેડૂતો દ્વારા ઉત્પાદિત હજારો મણ કપાસ ખેડૂતોની વખારોમાં પડ્યો છે ચાલુ સાલે કપાસના ભાવ નહીં મળતા કપાસ મૂકી રાખવામાં આવ્યો છે ગત બે વર્ષ કરવા ચાલું સાલે કપાસ ખરીદીના ભાવ બેસી ગયા છે મોંઘા બિયારણ ખાતર દવાઓ અને મજૂરીમાં નાણા ખર્ચા કર્યા પછી ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી વારંવાર કમો સમી માવઠા થાય છે ખેડૂતો કફોડી હાલતમાં મુકાય છે ખર્ચાઓ કર્યા પછી ઉત્પાદનના ભાવ ન મળે ઉપર જતા બેંકનું ધિરાણ ભરવાનું આ બધી બાબતોથી ખેડૂતો મૂંજવણમાં મુકાયો છે.

ખેડૂતોની વખારોમાં હજારો મણ કપાસ સંગ્રહ કરાયો છે કપાસ ઉત્પાદનના ઓછા ભાવ મળતા ખેડૂતોએ કપાસ સંઘરી રાખ્યો છે ત્યારે તે કપાસમાં જીવાત પડી ગઈ છે સંગ્રહેલા કપાસમાં જીવાતો (રજ થી) શીળસ ખંજળવાળનો રોગ ચાળો ફેલાયો છે ખેડૂતોએ સંગ્રહ કરી રાખેલા કપાસમાં જીવાત પડતા ભરી રાખેલા કપાસની આજુબાજુના 25 થી 30 મીટરના ઘેરાવવામાં કપાસની રજ લોકોને શરીરે ખંજવાળ ઉપાડે છે ખંજવાળના કારણે શરીરે લાલ લાલ ચાંઠા થઈ જાય છે અને આખા શરીરમાં શીળસ ખંજવાળ ઉપડે છે જેના કારણે તાત્કાલિક દવાખાનામાં સારવાર લેવા જવું પડે છે.

કપાસ ઉત્પાદનની શરૂઆતમાં ચાલુ સાલે રૂપિયા 18,000 થી રૂપિયા 19,000 ભાવ હતો પરંતુ જ્યારે કપાસ ખેડૂતોના ઘરમાં આવ્યો ત્યારથી રૂપિયા 15,000 થી ₹17,000 થઈ ગયો છે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પત્યા પછી કપાસના ભાવ વધશે તેવી આશાએ બેઠા હતા ચૂંટણી પતી ગઈ પણ આજ સુધી કપાસના ભાવ વધ્યા નથી અને કુદરતી માવઠાનો ભોગ ખેડૂતો બન્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.