વિદ્યાનગરના હેકાથોનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા પ્રોજેકટમાં અમૂલને રસ પડ્યો - At This Time

વિદ્યાનગરના હેકાથોનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા પ્રોજેકટમાં અમૂલને રસ પડ્યો


દૂધમાં પ્રોબ નાંખીને ગાયની બિમારી જાણી શકાશે

વિદ્યાનગરના હેકાથોનમાં વિદ્યાર્થીઅોઅે રજૂ કરેલા પ્રોજેકટમાં અમૂલને રસ પડ્યો

ચારૂતર વિદ્યા મંડળ સંચાલિત એડીઆઈટી કોલેજના ફૂડ એન્ડ પ્રોસેસીંગ ટેક્નોલોજિના વિદ્યાર્થીઓએ ગાયમાં રોગ છે કે કેમ તે માત્ર ગાયના દૂધમાં પ્રોબ (ચીપ ફીટ કરેલી સ્ટીક) નાંખીને જ જાણી શકાય તેવો પ્રોજેક્ટ બનાવ્યો છે. જોકે, સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, આ પ્રોજેક્ટ પર અમૂલે પણ પસંદગીનો કળશ ઢોળ્યો છે. બે દિવસ માટે હેકાથોન પાર્ટ-1નું આયોજન કરાયું હતું. જેમાં 90 ટીમોએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. જેમને માત્ર 36 કલાકમાં સમસ્યાનો સફળતાપૂર્વક ઉકેલ લાવવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લામાં વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આવેલી છે. અહીં લાખોની સંખ્યામાં પશુપાલકો રહે છે ત્યારે આવનારા સમયમાં એડીઆઈટી કોલેજ દ્વારા વિકસિત કરાયેલો આ પ્રોજેક્ટ અનેક પશુપાલકોની જિંદગીમાં બદલાવ લાવશે, એમ વાત કરતાં કો-ઓર્ડિનેટર ગોપીબેન ભટ્ટે જણાવ્યું હતું કે, પ્રોબ એ એક પ્રકારનું ડિવાઈઝ છે. જ્યારે કોઈ ગાય બિમાર હોય કે પછી તેને કોઈ રોગ થયો હોય તો તેની જાણકારી મેળવવા માટે પશુપાલકોને ખર્ચાઓ કરીને વેટરનરી પાસે લઈ જવામાં આવતા હોય છે.

જોકે, આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને એડીઆઈટી કોલેજના છાત્રો દ્વારા પ્રોબ બનાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારનું ડિવાઈઝ કરોડો રૂપિયામાં તૈયાર થતું હોય છે. પરંતુ હાલમાં છાત્રોએ જે બનાવ્યું છે તેનો ખર્ચો માંડ પચાસથી 60 હજારની આસપાસ છે. હાલમાં તે અંગે અમૂલ ડેરી સાથે પણ ટાઈ અપ ચાલી રહ્યું છે. નોંધનીય બાબત તો એ છે કે, આ પ્રોજેક્ટને બિઝનેસ આઈડીયા, તેમજ જોધપુર ખાતે યોજાયેલા હેકોથોનમાં પણ બેસ્ટ પ્રાઈઝ એનાયત થયા છે.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon