કૃષિ મહાવિધ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ખાતે જૈવિક જંતુનાશક દવા (બાયો પેસ્ટિસાઇડ્સ) વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો
કૃષિ મહાવિધ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ખાતે જૈવિક જંતુનાશક દવા (બાયો પેસ્ટિસાઇડ્સ) વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો
નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિધ્યાલય, ભરૂચ ખાતે ગુજરાત હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત ચાલતા પ્રોજેકટમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડુતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયેલો હતો. જેમાં ૧૦૦ જેટલા ખેડુતોએ ભાગ લીધેલો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડો.જે.જે.પટેલ અને ડો.ડી.એમ.પાઠકે રોગ - જીવાત નિયંત્રણ માટે જૈવિક જંતુનાશક દવાના ઉપયોગ વિષે હાજર રહેલ ખેડૂતોને માર્ગદર્શન આપેલ હતું. આ પ્રસંગે કોલેજના જીમખાના ચેરમેન ડો.એસ.આર.પટેલ, કૃષિ ખાતાના મદદનીશ ખેતી નિયામક શ્રી ચંદ્રેશ ચૌધરી તેમજ બાગાયત ખાતાના બાગાયત અધિકારી શ્રી જગદીશ બલદાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ દ્રારા જૈવિક ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને જૈવિક જંતુનાશકો દવાની કીટનું વિતરણ પણ કરેલ હતું. તાંત્રિક શેશન દરમિયાન ડો.પંડ્યાએ બાયો પેસ્ટિસાઇડ્સ વિષે, ડો.આર.બી.પટેલે એ જીવાત નિયંત્રણ વિષે અને ડો.સાંગણીએ બાગાયતી પાકો અને તેના મૂલ્ય વર્ધન વિષેના વ્યાખ્યાન રજૂ કરેલ હતા. પ્રાથમિક ધોરણે આ પ્રોજેકટ હેઠળ ડો.વાધુંડે અને ડો.પંડ્યા દ્રારા જૈવિક જંતુનાશક દવાનું ઉત્પાદન તેમજ જુદા જુદા પાકમાં તેના અખતરાઓ પણ શરૂ કરેલ છે, જેના માર્ગદર્શન માટે ખેડુતોને વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગના અધિકારીઓશ્રી સાથે સંપર્ક જાળવી રાખવા અનુરોધ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો.જે.આર.પંડ્યા એ કરેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.