રાજકોટમાં વધુ 2300 બોટલ શંકાસ્પદ સિરપ ઝડપાયું - At This Time

રાજકોટમાં વધુ 2300 બોટલ શંકાસ્પદ સિરપ ઝડપાયું


રાજકોટમાંથી વધુ 2300 બોટલ શંકાસ્પદ સિરપ ઝડપાયું છે.જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમીશ્નર સૌરભ તોલંબીયા, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈની સુચનાથી પેટ્રોલીગમાં રહેલા એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા, હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલીક સાવલીયા, હરપાલસિંહ જાડેજા, કોન્સટેબલ જેંતીગીરી ગોસ્વામી, અમીનભાઈ ભલુર, જયપાલસિંહ સરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા, વગેરેએ બાતમીનાં આધારે શહેરનાં જામનગર રોડ પર આવેલ નાગેશ્વર મેઈનરોડ ભવાની મંદિરની પાસે આવેલ રત્નમ એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દિવ્યેશ દિનેશભાઈ અનડકટ .વ.44 રહે.એપલ ગ્રિન એપાર્ટમેન્ટ, યેલો વિંગ-એ ની દુકાનમાં દરોડો પાડી નશાકારક જણાતા આયુર્વેદીક કાલ મેઘસવા અરીષ્ટા લખેલી 2300 બોટલ અને આયુર્વેદીક મેડીસીન અર્જુન અરીષ્ટા અસવ અરીષ્ટા, લખેલી 13 બોટલ મળી કુલ રૂા.3,44,637 નો મુદામાલ કબ્જે કરેલો. આ સિરપનાં નમુના એફએસએલમાં મોકલાયા છે. અને દિવ્યેશ અનડકટની અટક કરાઈ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.