રેસકોર્સમાંથી વેપારીનું રૂ.2.50 લાખની રોકડનું પર્સ ગઠિયો ઉઠાવી ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ip5udwsdtjgkxtek/" left="-10"]

રેસકોર્સમાંથી વેપારીનું રૂ.2.50 લાખની રોકડનું પર્સ ગઠિયો ઉઠાવી ગયો


શહેરમાં સરદાર ચોક કિસાન રેસીડેન્સી મા રહેતા અને કોઠારીયા કારખાનું ધરાવતા અલ્પેશભાઈ નાનજીભાઈ કોટડીયા(પટેલ)(ઉ.વ.31) પોતાના મિત્રો સાથે મગનલાલ આઈસ્ક્રીમ ની સામે રેસકોર્સમાં બેઠા હતા.ત્યારે તેઓનું રૂપિયા અઢી લાખની રોકડ ભરેલું પર્સ ચોરાઈ જતા તેઓએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રાજકોટ કોઠારીયા સોલ્વટ ડિસ્પોઝીબલ કંપની મેન્યુફેક્ચરીંગનું કામ કરી અમારૂ ગુજરાન ચલાવીએ છીએ.ગઇકાલે હું વ્રજ ઈલેક્ટ્રોનિકસ 80 ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટની સામે અનંતભુમી કોમ્પલેક્ષ શોપ નં-14 દુકાને મિત્રો શ્યામભાઈ રાજેશભાઈ કાચા,નીયતી રાજેશભાઇ કાચા,મયુર પ્રવિણભાઈ કોટડીયા,વિશ્વરાજસિંહ અજયસિંહ ગોહિલ અને માનષીબેન રાજેશભઈ કાચા બધા અમો ઓફિસે હાજર હતા.ત્યારે છેલ્લા પાચેક દિવસના વેપારના પૈસા જે અમારી ઓફિસમા પડેલ હતા જે અમો લેડીઝ પીંન્ક કલરની બેગમાં બ્લુ કલરના પર્સમા રૂ.2,50,000 રાખ્યા હતા.તે બેગ મારી પાસે હતી.
જે લઈને અમે સોનલ પાઉંભાજી રેસકોર્ષમાં જમવા ગયા હતા અને જમીને મગનલાલ આઈસ્ક્રીમ સામે રેસકોર્ષ બગીચામા બાકડા ઉપર બેઠા હતા અને અને આ બેગ બાકડાની નીચે રાખ્યું હતુ અને અમે બધા મિત્રો વાતચીત કરતા હતા અને રાત્રીના લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ અમે બગીચાની બહાર નિકળી બગીચાની પાળી ઉપર પંદર થી વીસ મીનીટ બેઠા હતા.બાદમાં બધા પોત -પોતાના ઘરે જવા માટે નીકળ્યા ત્યારે હું બગીચામાં આવેલ સ્ટીલના બાકડા નીચે ભુલી ગયેલ હતો જે મને યાદ આવતા ત્યાં પર્સ લેવા જતા તે પર્સ જોવામાં આવ્યું નહોતું જેથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ફુટેઝના આધારે તપાસ આદરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]