આસોદર  પ્રાથમિક  શાળાના શિક્ષક ની અચલા એવોર્ડ  માટે પસંદગી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gvflnih1gmzbtxy4/" left="-10"]

આસોદર  પ્રાથમિક  શાળાના શિક્ષક ની અચલા એવોર્ડ  માટે પસંદગી


આસોદર  પ્રાથમિક  શાળાના શિક્ષક ની અચલા એવોર્ડ  માટે પસંદગી.

દામનગર ના આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક ની અચલા એવોર્ડ માટે પસંદગી.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે ગુજરાત માંથી પ્રાથમિક વિભાગ માંથી 6 અને માધ્યમિક વિભાગ માંથી 4 એમ કુલ 10 શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને અન્ય 10 સારસ્વત એવોર્ડ માટે પસંદ થયેલ પ્રતિભાવંતોની પસંદગી કરવામાં આવી હતી.અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષ થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્માન કરે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત ભરના પ્રતિભાવંત શિક્ષકોના ડેટા કલેક્શન કરી તેના આધારે શ્રેષ્ઠ કાર્યનેપસંદ કરવામાં. આવેલ. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની શ્રી આસોદર પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશ ભાઈ નાગલાની પસંદગી કરવામાં આવી અને તેમણે કરેલા શ્રેષ્ઠતમ કાર્ય બદલ મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી અને માન.પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે.લહેરીજીના વરદ હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.અને તેમણે કરેલ ઉત્તમ કાર્યની નોંધ લઈ તેની પ્રશંસા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]