આંબેડકરનગરમાંથી દારૂની 56 બોટલ સાથે સગીર ઝડપાયો - At This Time

આંબેડકરનગરમાંથી દારૂની 56 બોટલ સાથે સગીર ઝડપાયો


આંબેડકરનગરમાંથી દારૂની 56 બોટલ સાથે સગીરને પેરોલ ફર્લોની ટીમે દબોચી રૂા.35 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ પેરોલ ફર્લો સ્કોડનાં કોન્સટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા અને સિરાજભાઈ ચાનીયા સ્ટાફ સાતે પેટ્રોલીંગમાં હતા ત્યારે કાલાવડ રોડ જકાતનાતા પાસે આંબેડકરનગર શેરી નં.2 માં રહેતો સગીર પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સગીરને દબોચી ઘરમાં તપાસ કરતાં ટીપડામાંથી વિદેશી દારૂની 56 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, રોકડ બે હજાર રૂપિયા અને મોબાઈલ ફોન મળી રૂા.35 હજંરનો મુદામાલ કબજે કરી સગીરની પૂછપરછ હાથ ધરી હતી. સગીરે કબુલ્યુ હતું કે તે છેલ્લા છ માસથી દારૂનો ધંધો કરે છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ પણ બે વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.