અધિક પોલીસ મહાનિર્દેશકની જાહેરાત, 'ગુજરાતની તમામ જેલનું મોનેટરીંગ એક જ સ્થળેથી થશે' - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8howrumskdffmcod/" left="-10"]

અધિક પોલીસ મહાનિર્દેશકની જાહેરાત, ‘ગુજરાતની તમામ જેલનું મોનેટરીંગ એક જ સ્થળેથી થશે’


ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ તેમજ સુધારાત્મક વહીવટ અમદાવાદના ડો.કે.એલ.એન.રાવ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે રાજકોટ મધ્યસ્થ જેલ હસ્તકના નવનિર્મિત સ્ટડી સેન્ટર, મુલાકાત કક્ષ અને વહીવટી બિલ્ડીંગ તેમજ આંગણવાડીનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત એ.જી.ચોક કાલાવડ રોડ ખાતે આવેલ પ્રિઝન રેસ્ટોરન્ટનું લોકાર્પણ કર્યું હતું. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની 33 જેલ માટે સેન્ટ્રલી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે.જે જેલમાં CCTV નથી ત્યાં વસાવવામાં આવશે.રાજ્યની તમામ જેલનું મોનિટરીંગ એક સ્થળેથી થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]