નાસતાં ફરતાં આરોપી પકડનારને રૂ.૧૦,૦૦૦/-નું રોકડ ઇનામ જાહેર કરેલ તે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાનાં ગુન્હામાં છેલ્લાં ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

નાસતાં ફરતાં આરોપી પકડનારને રૂ.૧૦,૦૦૦/-નું રોકડ ઇનામ જાહેર કરેલ તે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાનાં ગુન્હામાં છેલ્લાં ચારેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


ગુજરાત સરકાર શ્રી, ગૃહ વિભાગનાં ઠરાવ સંદર્ભે સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.,ગાંધીનગરનાંઓ તરફથી નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડનારને રોકડમાં ઇનામ આપવા અંગે જાહેરાત કરવામાં આવેલ. જે અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર જિલ્લાનાં ટોપ-૧૦ નાસતાં-ફરતાં આરોપીઓની યાદી બહાર પાડી તેઓને પકડનારને રૂ.૧૦,૦૦૦/-નાં રોકડ ઇનામની જાહેરાત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર,શિહોર પો.સ્ટે. સને-૨૦૧૯માં નોંધાયેલ હત્યાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ડોંગરસિંહ ઉર્ફે કૈલાશ મગનસિંહ ભીલ રહે.ખડકી ભમોરી જી.ધાર રાજય-મધ્યપ્રદેશવાળા મધ્યપ્રદેશ હોવાની મળેલ માહિતી આધારે મધ્ય પ્રદેશ રાજયમાં જઇ ઉંડાણપુર્વક તપાસ કરતાં આરોપી હાલ-જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાનાં ખારવા ગામે વાડીમાં ભાગ રાખી કામ કરે છે. જે માહિતી આધારે ખારવા ગામે આવી તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની તપાસ થવા માટે ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
*આરોપીઃ-*
ડોંગરસિહ ઉર્ફે કૈલાશ મગનસિહ ભીલ ઉ.વ.૨૮ રહે.ખડકી ભમોરી જી.ધાર મધ્યપ્રદેશ હાલ- મનસુખભાઇની વાડીએ,ખારવા તા.ધ્રોલ જી.જામનગર

*આરોપીને પકડવાનાં બાકી ગુન્હોઃ-*
ભાવનગર,શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૩૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમઃ-૩૦૨ જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હિરેનભાઇ સોલંકી, નિતીનભાઇ ખટાણા,બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, ડ્રાયવર પરેશભાઇ પટેલ, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.