જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે સાંસદશ્રીની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસ ઉજવાયો
જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે સાંસદશ્રીની અધ્યક્ષતામાં જન ઔષધી દિવસ ઉજવાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જન ઔષધ દિવસ ઉજવાયો.
આ પ્રસંગે સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે, જન જનના આરોગ્યની સુરક્ષાએ સરકારનો મુખ્ય હેતુ છે જેને ચરિત્રાર્થ કરવા માટે વડાપ્રધાનશ્રી એ જન ઔષધી કેન્દ્રોના નિર્માણ થકી લોકોને ૫૦% થી લઈને ૯૦% સસ્તા દરે જીવન જરૂરિયાત દવાઓ મળી રહે. છેવાડાના ગરીબમાં ગરીબ માનવીને પણ આ દવાઓ પરવડે તે રીતે સારામાં સારી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક આ દવાઓ છે આ દવાઓમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી જેનેરીક દવાના યોગ્ય પ્રચાર પ્રસાર થકી અત્યાર સુધીમાં દેશના નાગરિકોના 20,000 કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું ઉમેર્યું હતું
વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારી હોસ્પિટલો આજે પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ ગુણવત્તા યુક્ત બની છે. જીનેરીક દવાઓનો યોગ્ય પ્રચાર પ્રસાર થવાથી જિલ્લાના લોકોની સારામાં સારી દવાઓ સસ્તા દરે મળી રહેશે. સરકાર દ્વારા આરોગ્યની સેવા વધુ સુદ્રઢ બનાવવા માટે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે થકી ગરીબ લોકોને આરોગ્ય કવચ પૂરું પડાયું છે. લોકો સરકારી સેવાનો લાભ લેવા પ્રેરાય તે માટે સરકારી અધિકારી અને કર્મચારીઓએ પ્રયાસો કરવા જોઈએ.
જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ દવા કરતા પણ વધુ સારી દવાઓ જન ઔષધી કેન્દ્રમાંથી મળે છે. માત્ર બ્રાન્ડના નામના કારણે કિંમત વધે છે બ્રાન્ડનો મોહ છોડી આ દવાઓનો ઉપયોગ થકી લોકો પોતાને પડતો આર્થિક બોજો ઘટાડી શકશે. હજુ આપણે 62 થી 63% લાભાર્થીઓ સુધી જ પહોંચ્યા છીએ આવનાર સમયમાં આપણે સો ટકા સુધી પહોંચી શકીએ તે માટે સહુએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ.
જામળાના લાભાર્થી શ્રી પઢિયાર જણાવે છે કે, તેમની તબિયત સારી નહોતી રહેતી ડોક્ટરને બતાવતા ડાયાબિટીસનું નિદાન થયુ અને મહિને ૫ હજાર જેટલી દવાઓનો ખર્ચ થવા લાગ્યો. જે સામાન્ય માણસ માટે ખુબ જ મુશ્કેલ છે. આ સમયે ડોકટરના સુચનથી મેં જન ઔષધી કેંદ્રમાંથી ડાયાબિટીસની દવા શરૂ કરી અને હાલ ૫ હજારના બદલે ૧ હજાર જેટલો ખર્ચ થાય છે અને પોતે સ્વસ્થ છે.
આ પ્રસંગે જિલ્લાના શ્રેષ્ઠ જન ઔષધી કેંદ્રના સંચાલકોનુ મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચેરમેન આરોગ્ય સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયતશ્રી શંકરભાઈ બેગડીયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મેડિકલ સુપ્રિટેન્ડેન ડો.કટારકર, સી.ડી.એમ.ઓ. શ્રી ડો. મૂલાણી, આર.એમ.ઓ.શ્રી એન.એમ. શાહ આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી તેમજ મેડીકલ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.