નવામોટા પ્રાથમિક શાળા જૂથ ખેરોજ ખાતે તૃતીય વાર્ષિકત્સ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી
ઉત્તર ગુજરાતમાં આવેલુ જિલ્લો સાબરકાંઠા ના ખેડબ્રહ્મા તાલુકા નું શ્રી નવામોટા પ્રાથમિક શાળા જૂથ ખેરોજ ,તૃતીય વાર્ષિકોત્સ નીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જય હો ટીમ નવામોટા ,જય હો નવામોટા ગ્રામજનો. શું લખવું અને કેવી રીતે લખવું તે પણ વિચારવા જેવું છે.તારીખ 25/2/2023 ને શનિવારની રાત્રી એ મારા માટે તો ખરી જે પણ સમગ્ર નવામોટા શાળા પરિવાર અને ગ્રામજનો માટે ઐતિહાસિક અને યાદગાર બની ગઈ. નવામોટાની પાવન અને પુણ્યશાલી ધરા ઉપર જાણે રાત્રે પણ સૂર્ય ઉગ્યો હોય તેવું જાજરમાન રમણીય વાતાવરણ અને સાંજે 4.વાગ્યે થી શરૂ થયેલ આ ઐતિહાસિક પ્રસંગ વાર્ષિકોત્સવ "એ..હાલો મન પાંચમના મેળામાં "જાણે કીડીયારું ઉભરાયું તેટલો માનવ મહેરામણ ઉમટી પડ્યો.જડબેસલાક સ્વયં શિસ્ત ના દર્શન થયા.રાત્રે 2.15 કલાક સુધી ચાલેલા આ પ્રસંગમાં 25 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધોરણ 1 થી 8 ના 263 બાળકોએ ભાગ લઈ સ્ટેજ પર્ફોર્મન્સ રજૂ કર્યું.કહેવાતા અતિ પછાત બાળકોની સ્ટેજ પરની અદા અને રજૂઆત જોઈ હાજર 3000 જેટલા લોકો મંત્રમુગ્ધ બની ગયા અને હૈયામાં જાણે સાગર હિલોળે ચડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા.સાથે સાથે પ્રાર્થના શેડ માટે દાતાઓ એ આપેલ દાન રકમ 600000 (છ લાખ) એમનું સન્માન, અંધશ્રધ્ધા નિવારવા ના પ્રયોગો, થાળી મુકવાના સ્ટીલના ઘોડા (કિંમત 165000)ભેટ આપનાર મંગળકાકાનું સામૈયામાં પણ ડી.જે.ના તાલે મોજ માણી,ચાલુ કાર્યક્રમમાં પણ દાતાઓ દ્વારા બાળકોના પ્રોત્સાહન માટે 40000 જેટલા રોકડા, ફટાકડા ની આતશબાજીથી આકાશ રંગીન બન્યું. શેડ માટે જરૂરી 21 પંખાના 52500,શાળા માટે જરૂરી ઈલેક્ટ્રીક બેલ માટે 18000 આમ ટોટલ 710500 (સાત લાખ દસ હજાર પાંચસો) (ભામાશાઓને કોટી કોટી વંદન)જેટલું માતબાર દાન અને એ પણ ગુજરાતના એક ખૂણામાં આવેલ ખેડબ્રહ્મા તાલુકાની અંતરિયાળ વિસ્તારોમાં??? ખરેખર કલ્પના બહારનું કામ થયું.શત શત વંદન નવામોટાની ભૂમિ, દાતાઓ,સ્વયંસેવક મિત્રો, ગ્રામજનો અને સૌ સ્ટાફ મિત્રોને હું શાળાના આચાર્ય તરીકે આપ સૌને નત મસ્તક વંદન કરું છું. આપ સૌએ આપેલા સહકાર અને સેવા ભાવના માટે હું સદાય આપ સૌનો આજીવન રૂણી રહીશ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.