કેશોદમાં મારામારીની ફરીયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gb5xxeaxmj4cldsr/" left="-10"]

કેશોદમાં મારામારીની ફરીયાદ


કેશોદમાં ઈકો વાહનમાં પેસેન્જરો ભરવા બાબતે મારામારી થતાં તંગદિલી ફેલાઈ પોલીસે સ્થિતિ સંભાળી ગુનો નોંધ્યો

 કેશોદથી જુનાગઢ તરફ મુસાફરોને લાવવા મુકવા માટે પ્રાઈવેટ પાસિંગની ઈકો ગાડીમાં ટેક્ષી કરી લગભગ સો જેટલી ઈકો ગાડીઓ ચાલે છે જેમાં મુસાફરો બેસાડવા બાબતે બોલાચાલી બાદ સમાધાન થયાં પછી ફરીથી મારામારી થતાં મોડી સાંજે કેશોદમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી ત્યારે કેશોદ પોલીસ સ્ટેશન નાં ડીવાયએસપી બી સી ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી અને પોલીસ સબ ઇન્સ્પેકટર કે જે પટેલ પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ સંભાળી હતી. કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ 

હમીરભાઇ ઉર્ફે પરેશભાઇ ખીમાભાઇ ખાંભલા ઉ.વ ૨૬ રહે.અગતરાય ગામ બાગ વિસ્તાર વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કેશોદ થી જુનાગઢ ઇકો ગાડી ભાડે ચલાવતા હોય જેથી જુનાગઢ બસ સ્ટેશન પાસે વારા માં પેસેન્જર નો ફેરો ભરવા ઉભેલ હોય ત્યારે ત્યાં આદીલ ઈકો ગાડીનો ચાલક    પોતાની ઇકો ગાડી લઇ આવી હમીરભાઈ ખાંભલા ની આડેથી પેસેન્જર નો ફેરો ભરી લઇ ને કહેલ કે મારે હવે આમજ ધંધો કરવો છે તારે માથાકુટ કરવી હોય તો કેશોદ આવીજા તેમ કહી કેશોદ જતો રહેલ તે બાદ કેશોદ આવતા સમાધાન થઇ ગયેલ હતું. ઈકો ચાલક પરેશભાઈ ખાંભલા કેશોદ બસસ્ટેશન એ જતા આદીલ ઇકો વાળો, દાનીશ ઇકો વાળો, તનવીર ગેરેજવાળો

રહે. બધા કેશોદ આવી જઇ પરેશભાઈ ને રબારો કહી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી કહેલ કે અમારે તો આમજ ધંધો કરવો છે તેમ કહી ત્રણેય વ્યક્તિઓએ  ઢીકાપાટુથી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કેશોદ પોલીસે ત્રણેય આરોપીઓ આદીલ ઇકો વાળો, દાનીશ ઇકો વાળો, તનવીર ગેરેજવાળો  વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]