પશુપાલકો માટે શિબિર યોજાઇ - At This Time

પશુપાલકો માટે શિબિર યોજાઇ


પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર, પશુપાલન શાખા જિલ્લા પંચાયત મહીસાગર તથા પશુ દવાખાના વડાગામ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેનની ઉપસ્થિતિમાં APMC માર્કેટયાર્ડ લીંમડીયા ચોકડી ખાતે યોજાયો હતો.આ પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં જગતનાં તાત એવાં ખેડૂતો અને પશુપાલન કરતાં પશુપાલકોને આદર્શ પશુપાલન, સ્વચ્છ દૂધ ઉત્પાદન, નફાકારક પશુપાલન વગેરે વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ વિશે ખેડૂતો અને પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.