ધંધુકા નગરપાલિકા નું વર્ષ 2023-24નું બજેટ મંજૂર - At This Time

ધંધુકા નગરપાલિકા નું વર્ષ 2023-24નું બજેટ મંજૂર


અમદાવાદ જીલ્લા ની ધંધુકા નગરપાલિકા નું વર્ષ 2023-24નું બજેટ મંજૂર
વિકાસના કામો માટે રૂ.21 કરોડની ફાળવણી.
અમદાવાદ જીલ્લા ની ધંધુકા નગરપાલિકા ની બજેટ બેઠક પાલિકાના પ્રમુખ હર્ષદ ભાઈ ચાવડાના પ્રમુખ સ્થાને નગરપાલિકા ના સભાખંડમાં મળી હતી. જેમાં 2023 તથા 2024ના વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારી ગ્રાન્ટ સાથે 33 કરોડ 93 લાખની આવક તથા 31 કરોડ 17 લાખની જાવક વાળું તેમજ રૂપિયા 2 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રૂપિયા 21 કરોડ 35 લાખની રકમ વિવિધ વિકાસ કામો પાછળ ફાળવવામાં આવી છે. બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ બેઠકમાં કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત, ચિફ ઓફિસર મુનિયા તથા પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.