દાધોળીયા માં વિજ કંપની નાં અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરી માં આડેધડ દંડ ફટકારતાં ખેડૂતો ની રજૂઆત
*દાધોળીયા માં વિજ કંપની નાં અધિકારીઓ એ આડેધડ દંડ ફટકારતાં ખેડૂતો માં રોષ*
*ખેડૂતો એ નાયબ ઈજનેર ને કરી રજુઆત*
મુળી તાલુકાનાં દાધોળીયા ગામે ગત સપ્તાહે વિજ કંપની નાં અધિકારીઓ એ વિજ ચોરી માટે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દંડ ની નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં અનેક ભુલ ભરેલી હોય તે માટે ખેડૂતો સરા કચેરી ખાતે રજુઆત કરવા દોડી ગયા હતા જેમાં જણાવાયું હતું કે ખેડૂતો ને મીટર અને વિજ જોડાણ આપેલ ન હોવાં છતાં આજદિન સુધી છેલ્લા ચાર વર્ષથી બીલ ફટકારવામાં આવે છે ખરેખર વિજ કંપની એ વિજ જોડાણ જ આપેલ નથી અન્ય એક ખેડૂત ને બીલ ફટકારવામાં આવેલ તેમાં બે રૂમ ની સામે આઠ પંખા ની ગણતરી કરીને દંડ ફટકારવામાં આવેલ છે ત્યારે ખેડૂતો ને એક રૂમમાં ચાર ચાર પંખા હોય શકે ખરા? જેવાં પ્રશ્ન ઉઠાવ્યો હતો જેમાં નાયબ ઈજનેર ને રજુઆત કરવામાં આવી હતી કે આ તમામ ચેકીંગ કામગીરી કરનાર અધિકારી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો છે આ બાબતે એક સમિતી દ્વારા ફરી સ્થળ તપાસ થવી જોઈએ અને ખેડૂતો ને ન્યાય મળવો જોઈએ આવી રીતે અભણ ખેડૂતો ને દંડ ફટકારવામાં આવે છે અને ચોર ની છાપ ઊભી થાય છે ત્યારે વિજ કંપની નાં કર્મચારીઓ ની કામગીરી વિજ જોડાણ ની કરતાં નથી અને ભોગ ખેડૂતો બંને છે આ બાબતે દાધોળીયા નાં દશ થી બાર ખેડૂતો જેમને દંડ ની નોટીસ ફટકારવામાં આવી છે તેઓએ સરા વિજ કંપની નાં નાયબ ઈજનેર ને રજુઆત કરી હતી જેમાં અમુક ક્ષતીઓ પણ પેપર માં જોઈ ઈજનેર દ્વારા ફરી સ્થળ તપાસ કરવામાં આવશે અને ખેડૂતો ને ન્યાય આપશું જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.