ખાટડી ગામતળ જમીન પર દબાણ દુર કરવા રજૂઆત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l5b8ixorrciw2gow/" left="-10"]

ખાટડી ગામતળ જમીન પર દબાણ દુર કરવા રજૂઆત


*મુળી ના ખાટડી માં ગામતળમાં દબાણ દુર કરવા રજૂઆત*
મુળી તાલુકાનાં ખાટડી ગામે ગામતળ ની જમીન ઉપર દબાણ ખડકી દેવામાં આવતાં તાલુકા કક્ષાએ જીલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી તેમછતાં આજદિન સુધી તંત્ર આંખ આડા કાન કરી દબાણ હટાવવા ની તસ્દી ન લેતાં ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ટીકર નાં માર્ગે અસામાજીક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ત્યારે ખાટડી નાં રસીકભાઈ વાલજીભાઈ મેમકીયા દ્વારા તંત્ર ને રજુઆત કરી હતી અને જણાવ્યું હતું કે અનેક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અસામાજિક તત્વો દ્વારા મને ધાકધમકી આપવામાં આવે છે ત્યારે આ ગામતળ અને જાહેર રસ્તાઓ પર થી દબાણ દુર કરવામાં આવે તેવી ગામજનો માં માંગ ઉઠી છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]