ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના હેઠળ ભ્રષ્ટાચાર ની બદબુ - At This Time

ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના હેઠળ ભ્રષ્ટાચાર ની બદબુ


*મુળી ના ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના હેઠળ ભરપૂર માત્રામાં ભ્રષ્ટાચાર આવ્યો સામે*

મુળી તાલુકાનાં ખાટડી ગામે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કામ હાલ ચાલુ હોય જેમાં મોટી માત્રામાં ભ્રષ્ટાચાર ની બદબુ આવી રહી છે અને એકદમ નબળું કામ ચાલુ છે ત્યારે ગામજનો એ આક્ષેપ કર્યો હતો કે આ ભુગર્ભ ગટર નાં પાઈપ આશરે એક મીટર જમીન અંદર નાખવાના હોય છે ત્યારે ફક્ત દોઢ ફુટ નીચે જ પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ છે અને આ કામ માં ગેરરીતિઓ માં ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ની મિલીભગતથી ચાલુ છે આ કામગીરી ઉચ્ચ અધિકારીઓ જીલ્લા માં થી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે એકદમ નિયમ વિરુદ્ધ કામ ધમધોકાર ચાલે છે જ્યારે વાહનો ની અવરજવર નાં કારણે આ તમામ પાઈપ ને ઓછી ઉંડાઈ નાં કારણે નુકસાન થશે અને સરકારી નાણાં નો વ્યવ થશે એક બાજુ સિમેન્ટ પાઈપ પણ હલકી ગુણવત્તાના જોવા મળે છે તેમ ગામજનો એ આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક અસરથી આ કામ બંધ કરાવવું જોઈએ અને નિયમોઅનુસાર કામ થવું જોઈએ તેમ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં આ રીતે અનેક ભ્રષ્ટાચાર બહાર આવે છે ત્યારે અધિકારીઓ ની મિલીભગત બહાર આવી છે તેવાં આક્ષેપ ખાટડી ગામજનો એ કરેલ હતાં

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon