કેશર શ્રીખંડ - રાય - મીકસ દૂધ સહિતના ૬ નમૂના મીસ બ્રાન્‍ડેડ - સબસ્‍ટાન્‍ડર્ડ : પાંચ વેપારીને ૧.૩૫ લાખનો દંડ - At This Time

કેશર શ્રીખંડ – રાય – મીકસ દૂધ સહિતના ૬ નમૂના મીસ બ્રાન્‍ડેડ – સબસ્‍ટાન્‍ડર્ડ : પાંચ વેપારીને ૧.૩૫ લાખનો દંડ


*કેશર શ્રીખંડ - રાય - મીકસ દૂધ સહિતના ૬ નમૂના મીસ બ્રાન્‍ડેડ - સબસ્‍ટાન્‍ડર્ડ : પાંચ વેપારીને ૧.૩૫ લાખનો દંડ*

મનપાની ફુડ શાખા દ્વારા થોડા દિવસ પહેલા લેવાયેલ ખાદ્ય પદાર્થના નમૂના પંચાયત ચોક અને કોઠારીયા રોડ સહિતના વિસ્‍તારમાંથી પીઝા અને શ્રીખંડના નમૂના લેવાયા નમૂના નાપાસ થયેલ પેઢીના માલિકને દંડનો હુકમ કરતા એજ્‍યુડીકેટીંગ ઓફિસર

રાજકોટ તા. ૧૬ : શહેરમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં લોકોનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહે તે માટે મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થોના ઉત્‍પાદકો અને વેચાણકર્તાઓને ત્‍યાં ફૂડ શાખાનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત નમુના મિસ બ્રાન્‍ડેડ થતાં આજે પાંચ વેપારીઓ પાસેથી ૧.૩૫ લાખનો દંડ વસુલાયો હતો. ઉપરાંત પીઝા અને શ્રીખંડના નમૂના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાᅠસદર બજાર,ᅠમુકામેથીᅠકેશર શિખંડ (લુઝ)નો નમુનો રિપોર્ટમાંᅠસીન્‍થેટીક ફૂડ કલર ટારટ્રાયઝોનની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી  દ્વારા નમુનો આપનાર પેઢીનાᅠ ભાગીદાર -કેતનભાઈ મનસુખલાલ પટેલ,ᅠપેઢીના ભાગીદારો તથા પેઢીને મળી કુલ રૂા.૭૦,૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

જ્‍યારે અભિનવ સ્‍ટોર્સ-વૈદવાડી,ᅠજયંત કે. જી. મેઇન રોડ,ᅠરાજકોટ મુકામેથીᅠઅભિનવ ૫૦+ એનર્જી પાવડર (૫૦ ગ્રામ પેકડ) નમુનો રિપોર્ટમાં લેબલ પરᅠNUTRITIONAL INFORMATIONᅠદર્શાવેલ ન હોવાના કારણે ᅠનમૂનો મિસબ્રાન્‍ડેડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક અશ્વિનભાઈ પરસોતમભાઈ મજેઠીયાને રૂા.૫૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.