જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩ અંતર્ગત બેઠક યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zqyevr5afpuu1sg2/" left="-10"]

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩ અંતર્ગત બેઠક યોજાઈ


જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩ અંતર્ગત બેઠક યોજાઈ
---
જળ સંગ્રહ માટે જિલ્લામાં ગુણવત્તાયુક્ત કામ થાય તે જોવા જિલ્લા કલેક્ટરશ્રીનું સૂચન
---
અમરેલી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩ અંતર્ગત બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન,અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩નો પ્રારંભ કર્યો હતો, આ જળ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં જળ સંગ્રહને લઈ તળાવો સહિતના કાર્યો તેજ ગતિથી આગળ વધારવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં જળ સંગ્રહ માટે કરવામાં આવતા તમામ કામો ગુણવત્તાયુક્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. બેઠકમાં અમરેલી જિલ્લામાં જળ અભિયાન-૨૩ અંતર્ગત કરવામાં આવનાર કામોને લઈ જિલ્લા કલેક્ટરશ્રી મકવાણાએ, સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણને લઈ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ ચર્ચા પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી મકવાણાએ જળ સંગ્રહ માટે જિલ્લામાં ગુણવત્તાયુક્ત કામ થાય તે મુદ્દે વિવિધ સૂચનો કર્યા હતા. આ સાથે તળાવોનું બ્યુટિફિકેશન, વૃક્ષારોપણ થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી, અમરેલી પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, જળ અભિયાન કામગીરી સાથે જોડાયેલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]