અરવલ્લી જિલ્લામાં મોડાસામાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયુષ મેળાનું આયોજન. - At This Time

અરવલ્લી જિલ્લામાં મોડાસામાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે આયુષ મેળાનું આયોજન.


માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા આયુષ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.
મફત આયુર્વેદિક અને હોમીઓપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન.
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અરવલ્લી દ્વારા નેશનલ આયુષ મિશન અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આયુષ મેળાનું (મફત આયુર્વેદિક અને હોમીઓપેથીક નિદાન સારવાર કેમ્પનું )આયોજન કરવામાં આવ્યું છે. જે મંત્રીશ્રી ભીખુંસિંહજી પરમાર દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

મેળાને ખુલ્લો મુકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ મેળામાં લોકોને સ્વાસ્થ્ય અંગે પૂરેપૂરી જાણકારી માર્ગદર્શન આયુષ પદ્ધતિ દ્વારા સારવાર નિદાન તેમજ સારવાર મળી રહે તથા આયુષ પ્રણાલી ના સિદ્ધાંતોનું જનસામાન્ય ના પ્રચાર - પ્રસાર થાય તે હેતુથી આ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. ગામડાના દૂરના વિસ્તારમાં લોકો જુદી જુદી બીમારીઓથી પીડાય છે, તે બીમારીઓમાં આયુષ પદ્ધતિના સિદ્ધાંત અનુસાર કેવી રીતે તેનું નિદાન સારવાર થઈ શકે તે અંગે સાચી સમજણ તમને અહીંયા મળશે. તો આ આયુષ મેળાનો સર્વે લોકોએ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ મેળામાં અગ્નિકર્મ, રક્તમોક્ષણ, મર્મ ચિકિત્સા, દંતોત્પટન, પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર અપાશે. નિષ્ણાંત તબીબ દ્વારા વિવિધ રોગોના દર્દીઓનું આયુષ પદ્ધતિ દ્વારા નિદાન સારવાર દવા તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ ઉપર મફત આપવામાં આવશે. જન સામાન્યના આરોગ્ય જાળવણી માં આયુષ્ય પ્રણાલી ના સિદ્ધાંતો વિશે જાગૃતિ પ્રચાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આયુર્વેદની પ્રાચીન પદ્ધતિઓ દ્વારા દરેક રોગનું નિદાન કરવામાં આવશે. મેળામાં જુદા જુદા રોજ વ્યવહારમાં ઉપયોગી થતા રસોડાના ઔષધોનું પણ પ્રદર્શન કરવામાં આવશે.
આયુષ મેળામાં વિના મૂલ્ય ઉપલબ્ધ સેવાઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર,તેમજ આયુર્વેદિક અધિકારીશ્રી અને આયુર્વેદિક તબીબો અને અન્ય અધિકારીઓ પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા.અને મોટી સંખ્યામાં લોકોએ નિદાન કરાવ્યું.

જીતેન્દ્ર ભાટીયા, મોડાસા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.