ERDMP ના દિશા નિર્દેશ અનુસાર ગેલ ઇન્ડિયા લિમિટેડ અને એચ પી સી એલ, સાંતલપુર કંપની ના સંયુક્ત ઉપક્રમ દ્વારા ઓફ સાઈટ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xg4pghkziq9sp1en/" left="-10"]

ERDMP ના દિશા નિર્દેશ અનુસાર ગેલ ઇન્ડિયા લિમિટેડ અને એચ પી સી એલ, સાંતલપુર કંપની ના સંયુક્ત ઉપક્રમ દ્વારા ઓફ સાઈટ મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું


ગેલ ઇન્ડિયા લિમિટેડ, આઇ પી એસ સામખિયાળી અને એચ પી સી એલ, સાંતલપુર પ્લાન્ટ દ્વારા જે એલ પી એલ, એલ પી જી અને એમ ડી પી એલ પાઈપલાઈન, ગુજરાત ક્ષેત્ર નું ઓફ સાઈટ ઇમરજન્સી મોક ડ્રીલ કાર્યક્રમ નું આજ રોજ 30.01.2023 ના રોજ સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપાતકાલીન પરિસ્થિતિ માં ગેસ અથવા ઓઇલ લીકેજ હોય અથવા આગ લાગી હોય તો તેને કેવી રીતે પહોંચી વળવું અને આસપાસ ના જનજીવન તથા સંપતિ ને નજીવું નુકસાન થાય તેની કાળજી લય શકાય. આ કાર્યક્રમ માં ગેલ કંપની સાથે એચ પી સી એલ, સાંતલપુર ઉપરાંત પાટણ જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત પોલીસ અને અન્ય સહભાગી સંસ્થાઓ આઇ ઓ સી એલ, ક્રેન એનર્જી, વેદાંતા, વગેરે કંપનીઓ એ ભાગ લય સુઝાવ અને સૂચનો આપ્યા હતા જેથી બચાવ અને રાહત કામગીરી વધુ અસરકારક બનાવી શકાય.
અંત માં ગેલ કંપની તરફ થી ડી જી એમ શ્રી બિમલ દેસાઈ એ સર્વ નો આભાર વ્યકત કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]