*“ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન” કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧૦ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે* - At This Time

*“ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન” કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧૦ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે*


*“ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન” કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૧૦ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે*
********************
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા દ્વારા આયોજીત ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન” કાર્યક્રમ યોજાશે. ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે અને બાળકો તથા યુવક યુવતીઓ વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ વિષયે જાણકારી મેળવી શકે તે આશયથી આ અંગે લેક્ચર અને પ્રેક્ટીકલ બચાવ માટેની પધ્ધતીઓનું પાંચ દિવસ માટે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ રોડ ,હિંમતનગર,સાબરકાંઠા ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.