*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણ - At This Time

*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણ


*જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ૧૩મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરાઈ*
********
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ૨૫ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, મતદાન અવશ્ય કરીએ” ની થીમ આધારિત ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલકટરશ્રીએ જણાવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા, વધુને વધુ લોકો તથા યુવા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા તેમને પ્રોત્સાહિત કરવા અને મતદાનની લોકશાહી પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે.આપણો દેશ લોકશાહી પ્રણાલીકાવાળો દેશ છે. જેમાં નિષ્પક્ષ ન્યાય,મુક્ત ચૂંટણી પ્રક્રિયા ખુબ અગત્યનો ભાગ ભજવે છે.આજે આપણે ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન જિલ્લાના તમામ બી.એલ.ઓ,ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓએ ખુબ નિષ્ઠા પૂર્વક કાર્ય કર્યુ છે.તેમને અભિનંદન પાઠવું છું. જેના પરીણામે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં સમગ્ર રાજ્યમાં મતદાનમાં બનાસકાંઠા પછી સાબરકાંઠા જિલ્લો બીજા ક્રમે આવ્યો છે.જે બદલ હું જિલ્લાના બી.એલ.ઓ, સંબધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની કામગીરીને બિરદાવું છું અને આગામી ચૂંટણીઓમાં પણ સુંદર કામગીરી કરવા અપિલ કરું છું.
રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમ દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી રાજીવકુમારનો વિડીયો સંદેશ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો. જિલ્લાના બેસ્ટ બી.એલ.ઓ, બેસ્ટ સુપરવાઇઝર,બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર્સ,એન.સી.સી કેડેટ્સ સહિત બેસ્ટ નાયબ મામલતદારને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા નવા યુવા નાગરિકને આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્રારા મતદાર અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રના પ્રારંભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીનું નાયબ ચૂંટણી અધિકારીશ્રી સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી સોલંકી, હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રીમતી મિતાબેન ગઢવી,નાયબ માહિતી નિયામકશ્રી અરવિંભાઇ મછાર, મામલતદારશ્રી ચૂંટણી, બી.એલ.ઓ તથા સંબધિત અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી મતદાતા દિવસને સફળ બનાવ્યો હતો. સ્વીપના નોડેલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon