સાંપ્રત સમયમાં સામાજીક સમરસતાની તાતી જરૂર
સાંપ્રત સમયમાં સામાજીક સમરસતાની તાતી જરૂર
અખંડ ભારતનાં ઘડવૈયા *લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે* માત્ર 13 મહિનામાં 562 દેશી રજવાડાઓને એકત્રીત કરીને નાના રાજા રજવાડાઓની સરહદોમાં વહેચાયેલા ભારતને *અખંડ ભારત* બનાવ્યું.
પણ આપણે સરદાર સાહેબનાં વંશજો આજે 75 વર્ષે પણ પાટીદાર સમાજ જુદાં જુદાં અટક, ઘટક, ગોળ, ફિરકા, પ્રાંત મુજબ વહેંચાયેલો છે તે હજુ સુધી અમુક બાબતે એક નથી થઈ શક્યો એ આપણી કમ નસીબી છે.
સમય મૂજબ આર્થીક બાબતે જોડાણ થયું રહેણાંક વિસ્તાર બાબતે જોડાણ થયું અમુક સામાજીક સંસ્થાઓ સમસ્ત પાટીદાર સમાજને અનુલક્ષી કાર્યો કરી રહી છે તે બાબતે જોડાણ થયું, પણ હજી આંતરિક રોટી બેટીનાં વેવારોનું જોડાણ નથી થયું.
સમાજનાં દિકરા-દિકરીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે હેતુ થી અલગ અલગ કેટેગરીનાં બાયોડેટા ગ્રુપો અને મેરેજ બ્યુરોનાં અવલોકનથી એક વાત સાબીત થાય છે કે અમુક સમાજોમાં દિકરીઓની ઘટ છે જ્યારે અમુક સમાજમાં આ સ્થિતી થોડી સારી છે જો આપણે થોડા વિશાળ મનથી વિચારીશુ તો દરેક પાટીદારો એક જ વિચારધારાનાં છે, જે તે સમયે વિસ્તાર કે રીત-રીવાજ મુજબ સમાજનાં અલગ અલગ વિભાગ પડ્યા હશે જેનાં લીધે થોડી બોલચાલની ભાષાકીય ભિન્નતા છે અને રીત-રસમ અલગ છે પણ આખરે પાટીદાર ગોત્ર તો ગૌણ છે ને.!
હવે જ્યારે સમય સાથે સ્થિતી-પરીસ્થીતી વશ આપણે મૂળ વતન છોડીને બીજા જીલ્લા, રાજ્ય કે દેશમાં સ્થળાંતર થયા છીએ ત્યારે આપણે આ પેટા જ્ઞાતિ, અટક ,ઘટક કે ગોળનાં વાડાની બહાર નીકળીને વ્યવહારો કરીએ જ છીએ ને ?.
જે રીતે દરેક સમાજનાં ગુજરાત કે અન્ય રાજ્યોમાં કે વિદેશમાં વસવાટ કરતા સબંધ કરવાની યોગ્ય ઉંમર વટાવી ગયેલા દિકરા દિકરીઓનું પ્રમાણ જોઈએ છીએ તે સમાજનાં આવનારા ભવિષ્ય માટે ખરેખર ચિંતાજનક છે.
હાલ આપણા યુવાધને જ્યારે વિદેશની વાટ પક્ડી છે ત્યારે હવે આ વિશે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે સમાજનાં એજ્યુકેટેડ દિકરા દિકરીઓ જ્યારે કરીયર ઓરીએન્ટેડ થઈ રહ્યા છે ત્યારે થોડી ફ્લેક્સિબિલિટી લાવવી જરૂરી થઈ જાય છે.
દરેક બાયોડેટા ગ્રુપનાં થઈને લગભગ છ હજાર પાટીદાર દિકરા દિકરી અને વાલીઓ અને સમાજ માટે કાર્યરત મેરેજ બ્યુરોનાં સર્વેના આધારે મારું અવલોક છે કે જો જીલ્લા વાદ, કડવા- લેવા, ગોલવાડીયા, હલારી કે મહેસાણી જેવા અટક-ઘટકનાં વાડાઓને નજર અંદાજ કરીએ તો લગભગ 75% સબંધો ગોઠવાય જાય સામે-સામે બધી રીતે પરફેક્ટ મેચિંગ હોય પણ આ અંતરાય યોગ્ય જીવનસાથી મેળવવામાં બાધારૂપ બને છે. પછી જ્યારે દિકરો કે દિકરી મા-બાપની મરજીથી કે વિરૂધ્ધમાં જઈને આંતર જ્ઞાતિ કે આંતર ધર્મમાં વિવાહ કરે છે ત્યાર બાદની નવી પેઢી માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે જેનાં મારી પાસે ઘણાં ઉદાહરણ છે.
એટલે મારું તો એ કહેવાનું છે કે બ્રોડમાંઈન્ડ થી વિચારવાનો સમય હવે આવી ગયો છે સરદાર સાહેબે જેમ *અખંડ ભારત* નાં સ્વપ્નને સાકાર કર્યું તેમ આપણે *અખંડ સમાજનું નિર્માણ* થાય તેવું વિચારીને આગળ વધીશું તો ચોક્કસ આપણે સરદાર સાહેબનાં સપનાનો સમાજ બનાવી શકીશુ.
*- નરશીભાઈ સવાણી*
9537534411
નાં
*જય ઉમા-ખોડલ*
*જય સરદાર*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.