આજે સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ કરીશ મેરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા આશ્રમ શાળામાં ફાયર ટ્રેનિગ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

આજે સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ કરીશ મેરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા આશ્રમ શાળામાં ફાયર ટ્રેનિગ નું આયોજન કરવામાં આવ્યું


સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા શિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય માં બેઝિક ટ્રેનિંગ કરવામાં આવેલ હતી.જેમાં ફાયર વિશે બધી જ પ્રકારની માહિતી આપવામાં આવેલ હતી,જેવી કે અચાનક આગ લાગે તું શું કરવું,આગ કેમ બુઝાવી,આગ ના પ્રકાર કેટલા,આગ બુઝાવવાની વિધિ કેટલી,ફાયર એક્સ્ટિગ્યુંશર (ફાયર ના બાટલા) ના પ્રકાર કેટલા વગેરે બધી જ માહિતી તેના સ્ટાફ તેમજ વિધાર્થી ને આપવામાં આવી હતી,સાથે લાઈવ ડેમો આગ લગાવી ને પણ આપવામાં આવ્યા અને તે આગ બુઝાવવા નુ કાર્ય તેમના સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યું..તેના શિક્ષકો તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ફાયર ની ગાડી પણ સંપૂર્ણ બતાવવામાં આવી અને સાથે એ પણ જણાવ્યું કે ઇમરજન્સી સમય માં ગાડી કેમ ઉપયોગ કરવામાં આવે છે ...જેમાં નગરપાલિકા ના ફાયર ઑફિસર કૌશિક રાજ્યગુરુ,ફાયરમેન ધર્મેન્દ્ર ચાવડા,નગરપાલિકા સ્ટાફ માંથી પ્રતિકભાઇ અને અનિલભાઈ પણ જોડાયેલ હતા. તમામ કાર્યક્રમ શાળાના પ્રિન્સિપાલ શ્રી ફાધર વિનોદ ના દેખરેખ હેઠળ થયેલછે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.