બેડી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂની 72 બોટલ ઝડપાઈ - At This Time

બેડી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂની 72 બોટલ ઝડપાઈ


બેડીચોકડી પાસેથી કારમાંથી વિદેશી દારૂની 72 બોટલ બીડીવીઝન પોલીસે દરોડો પાડી કબ્જેકરી રૂ।.36 લાખનો મુદ્દામાલ પકડી પાડયો હતો.જયારે કારચાલક નાસી છુટતાં શોધખોળ આદરી હતી.દરોડાની વિગત અનુસાર બી.ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે બેડી ચોકડીથી આગળ દારૂ ભરેલી કાર હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે પી.એસ.આઈ.એન.આઈ.શેખ એ.એસ.આઈ.એન.એન.માડમ હેડ કોન્સ્ટેબલ મોહસીનબાન સહીતના સ્ટાફે દરોડો પાડી કાર નં.જીજે-03-એચઆર-5582માં તપાસ કરતાં કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 72 બોટલ મળી આવી હતી.પોલીસે દારૂ અને કાર મળી રૂ।.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા દરમીયાન કાર ચાલક નાસી છુટતાં તેની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.