બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાર શિક્ષકોએ નવતર પ્રયોગ રજૂ કર્યા - At This Time

બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાર શિક્ષકોએ નવતર પ્રયોગ રજૂ કર્યા


બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાર શિક્ષકોએ નવતર પ્રયોગ રજૂ કર્યા

GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત બોટાદ જિલ્લાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ શ્રી આદર્શ શૈક્ષણિક સ્કૂલ ખાતે તારીખ 17, 18 જાન્યુઆરી 2023 ના રોજ યોજાયો આ દિવસે બોટાદ નગર પ્રાથમિક સમિતિમાંથી ચાર શિક્ષકોએ નવતર પ્રયોગ રજૂ કર્યો હતો જે સરાહનીય બાબત છે જેમાં અનિલભાઈ એસ.વાઝા, નસરુદ્દીન ભાઈ એન નુરાની, વિનિતભાઈ શાહ, પ્રવીણભાઈ એસ બારૈયા દ્વારા વિવિધ શૈક્ષણિક ઇનોવેશન રજૂ ક આમાં આવ્યા હતા આ તકે બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડી.બી.રોય સાહેબ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિકભાઇ વડોદરિયા દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ આ કાર્યક્રમ સફળ બનાવવા ઇનોવેશનના કો.ઓ. હેમાંગભાઈ વાઘેલા સાહેબ કે. આર. પી પ્રવીણભાઈ ખાચર સાહેબે ખૂબ જહેમત ઉઠાવેલી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.