સંતરામપુર અને કડાણા ની ખેલ સ્પર્ધા ૨૧ થી ૨૩ જાન્યુઆરી સુધી તાલુકા કક્ષાએ અને ૨૪,૨૫ જિલ્લા કક્ષાએખેલ"સ્પર્ધાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h5il31aq0ujvtn5s/" left="-10"]

સંતરામપુર અને કડાણા ની ખેલ સ્પર્ધા ૨૧ થી ૨૩ જાન્યુઆરી સુધી તાલુકા કક્ષાએ અને ૨૪,૨૫ જિલ્લા કક્ષાએખેલ”સ્પર્ધાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું


નોડલ અધિકારી નીમવામાં આવશે જેવો કાર્યક્રમનો પ્રચાર,પ્રસાર અને અનુષાગીક વ્યવસ્થાઓ વગેરે હાથ ધરશે.
આગામી તા. 21 થી 23 જાન્યુઆરી દરમિયાન વિધાનસભા ક્ષેત્ર દીઠ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે જેમાં સંતરામપુર તાલુકા અને કડાણા તાલુકા કક્ષાની સ્પર્ધા એસ.પી. હાઈસ્કૂલ સંતરામપુર ખાતે યોજાશે તાલુકા કક્ષાના આયોજન માટે અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મામલતદાર અધ્યક્ષ, તાલુકા વિકાસ અધિકારી સહ અધ્યક્ષ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સભ્ય સચિવ, બી.આર.સી. સભ્યશ્રી, સ્પર્ધા સ્થળ શાળાના આચાર્ય અથવા વ્યાયામ શિક્ષક સ્પર્ધા કન્વીનર તેમજ શાળા કોલેજના આચાર્ય સભ્યશ્રી તરીકે કામગીરી બજાવશે.

તાલુકા કક્ષાની રમત સ્પર્ધાઓ તા. 21 જાન્યુઆરીના રોજ એથેલિક્સ અને કબ્બડી તા. 22 જાન્યુઆરી રોજ ખોખો અને વોલીબોલ તા. 21 જાન્યુઆરીના રોજ ક્રિકેટ તેમજ તા.23 જાન્યુઆરીના રોજ રસાખેંચ ની સ્પર્ધાઓ વિધાનસભા કક્ષા યોજાશે પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા ટીમોને ઉપરની કક્ષાએ ભાગ લેવા મોકલાશે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન 16 વર્ષથી ઉપરના ઓપન વિભાગમાં ભાઈ/બહેનોની સ્પર્ધા તા. 21,22,23 જાન્યુઆરી ના રોજ યોજાશે. સાંસદ જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને આજે સંતરામપુર પ્રાંત કચેરીએ મીટીંગ મળી હતી જેમાં મામલતદાર સંતરામપુર ટી.ડી.ઓ. સંતરામપુર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકા કક્ષાની રમતો અને જિલ્લા કક્ષાની રમતો ના આયોજનની ચર્ચાઓ કરી હતી.
તસવીર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]