શહેરા તાલુકાના નવીવાડી ગામે ચાઈનીઝ દોરીની રીલો નંગ ૬૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- જેટલો જથ્થો કબજે કરતી શહેરા પોલીસ - At This Time

શહેરા તાલુકાના નવીવાડી ગામે ચાઈનીઝ દોરીની રીલો નંગ ૬૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- જેટલો જથ્થો કબજે કરતી શહેરા પોલીસ


શહેરા
ગુજરાત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ચાઈનીઝ દોરીને લઈને મોટી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.કે રાજપુતને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે નવીવાડી ગામના મુવાડી ફળિયામાં રહેતો સંજયભાઈ રમણભાઈ માછી નાઓ તેના ઘરે ચાઈની દોરી કઈક થી લાવીને તેના ઘરે ગેરકાયદેસર રીતે રાખી વેપલો કરી રહ્યો છે જેને લઇને શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે રાજપુત દ્વારા શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ સર્વેલન્સની ટીમના માણસોને બાતમી વાળી જગ્યાએ મોકલી આપી ને સંજયભાઈ રમણભાઈ માછી નાઓના ઘરે રેઇડ કરવામાં આવી હતી જે બાતમી આધારે સંજયભાઈ રમણભાઈ માછીના ઘરેથી ખાખી કલરના પૂઠ્ઠા વાળી પેટીમાંથી ૬૦ જેટલી દોરીની રીલો મળી આવી હતી જેની કિંમત ૩૦,૦૦૦/- ના મુદ્દા માલ સાથે સંજયભાઈ માછીને પકડી પાડવામાં આવ્યો હતો તે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ સંજયભાઈ રમણભાઈ માછી ને તેના ઘરેથી પકડી લઈ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લઇ ને ગેરકાયેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા બદલ તેમજ જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર, વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.